June 12, 2025 8:06 pm

યુવાને ઓળખ છુપાવી આદિવાસી યુવતીને પ્રેમજાળમાં ફસાવીને શરીર સંબંધ બાંધ્યા

નવસારીના અડદા ગામના વિધર્મી યુવાને આદિવાસી યુવતીને પ્રેમજાળમાં ફસાવી અવારનવાર બળાત્કાર ગુજાર્યો હતો. વિધર્મી યુવાનેપોતે મુસ્લિમ હોવાની ઓળખ છૂપાવીને યુવીને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી શારીરિક શોષણ કર્યું હોવાનું બહાર આવતા ચકચાર મચી છે. યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે વિધર્મી યુવાનની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધો છે.સમગ્ર દેશમાં લવજેહાદની બૂમરાણ વચ્ચે નવસારી નજીકના અડદા ગામે રહેતા વિધર્મી યુવાન ઝુબેર શબ્બીર ખલીફા ઉ.વ.૨૬)એ પોતે મુસ્લિમ હોવાની ઓળખ છુપાવી આદિવાસી યુવતીને પ્રેમમાં ફસાવી અવર નવર બળાત્કાર ગુજાર્યોનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નવસારી પંથકમાં રહેતા એક શ્રમજીવી આદિવાસી પરિવારની ૨૪ વર્ષની મીનુ (નામ બદલ્યું છે)ને થોડા મહિનાઓ અગાઉ અડદા ગાર્મે રહેતા અને રિક્ષા ચલાવતા ઝુબેર ખલીફાએ પ્રેમજાળમાં ફસાવી હતી. બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. પરંતુ વિધર્મી ઝુબેર ખલીફાએ તેની પ્રેમિકા મીનુને પોતે મુસ્લિમ નહીં હોવાનું જણાવી લગ્ન કરવાની લાલચ આપી હતી. બાદમાં તા. ૨૮-૭-૨૪થી આજ દિન સુધી નવસારી જિલ્લામાં અલગ-અલગ ગેસ્ટ હાઉસમાં લઈ જઈ મીનુની મરજી  વિરૂધ્ધ તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. દરમિયાન હવસખોર ઝુબેર ખલીફાને મીનુ સાથે પ્રેમસંબંધ હોવાની તેની સહેલીને જાણ થતાં મીનુને તેનો પ્રેમી ઝુબેર ખલીફા વિધર્મી હોવાની જાણ કરી હતી. આ વાત સાંભળી મીનુના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ બનાવ અંગે પરિવારને જાણ કરતાં નવસારી ગ્રામ્ય પોલીસમાં ઝુબેર ખલીફા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કાર અને એટ્રોસિટી એકટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ ડીવાયએસપી એસ.કે. રાય કરી રહ્યા છે. પોલીસે હવસખોર ઝુબેર ખલીફાની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધો છે.

Ashok kumar Jiyani
Author: Ashok kumar Jiyani

Co editor in chief

Leave a Comment

और पढ़ें

Patan | પાટણ જિલ્લાના સિધ્ધપુર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા પંદર(૧૫) વર્ષથી નાસતા ફરતા આરોપીના મરણ ગયા બાબતે મરણ પ્રમાણપત્ર મેળવી નાસતા ફરતા આરોપીઓની યાદીમાંથી નામ કમી કરાવતી એલ.સી.બી.પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan | પાટણ જિલ્લાના સિધ્ધપુર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા પંદર(૧૫) વર્ષથી નાસતા ફરતા આરોપીના મરણ ગયા બાબતે મરણ પ્રમાણપત્ર મેળવી નાસતા ફરતા આરોપીઓની યાદીમાંથી નામ કમી કરાવતી એલ.સી.બી.પાટણ