લાંચની માંગણીની રકમ :-
રૂા. ૧૫,૦૦૦/-
લાંચની સ્વીકારેલી રકમ :-
રૂા. ૧૫,૦૦૦/-
લાંચની રીકવર કરેલ રકમ :-
રૂા. ૧૫,૦૦૦/-
ગુનાની તારીખ :-
તા. ૧૦/૧૦/ર૦ર૪
ટ્રેપનું સ્થળ :-
સદભાવ હોસ્પિટલની સામે, પાટણ ડીસા હાઈવે ઉપર,પાટણ.
ટુંક વિગત :-
આ કામના ફરિયાદીએ ઇન્ડિયન બેંક શાખા પાટણ દ્વારા કરાયેલ ઓનલાઇન હરાજીમાં ત્રણ દુકાન રાખેલ હતી જે ત્રણે દુકાનનાં દસ્તાવેજો તેમજ વેચાણખત (સેલ લેટર) તથા દુકાનોના કાગળો ઝડપી કરી આપવા સારુ તથા દુકાનોને સંલગ્ન કાગળો તથા દુકાનોનો કબ્જો આપવા સારુ આ કામના આક્ષેપીતે (બ્રાંચ મેનેજર) આ કામના ફરીયાદી પાસે રૂ.૧૫,૦૦૦/- ની ગેરકાયદેસર માંગણી કરેલ જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોઇ
ફરિયાદીએ પાટણ એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ કરતાં ફરીયાદીશ્રીની ફરીયાદ આધારે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આ કામના આક્ષેપિતે ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રુ. ૧૫,૦૦૦/- લાંચની માંગણી કરી રૂ.૧૫,૦૦૦/- લાંચના નાણાં સ્વીકારી સ્થળ ઉપરથી પકડાઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબત.
નોંધ :-
આક્ષેપિતને એ.સી.બી.એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
ટ્રેપીંગ અધિકારીશ્રી :-
શ્રી એમ.જે.ચૌધરી,
પો.ઇન્સ.એ.સી.બી.પાટણ
સુપરવીઝન અધિકારીશ્રી :-
શ્રી કે.એચ.ગોહિલ
મદદનીશ નિયામક,
એ.સી.બી. બોર્ડર એકમ, ભુજ.
