નવરાત્રીના પાવનપર્વમાં દુર્ગાષ્ટમીએ માતૃશક્તિ સમાન 1001 બહેનોએ માતાજીના ચાચર ચોકમાં એક સાથે મા ઉમિયાની આરતી ઉતારી ધન્યતા અનુભવી.
શ્રી ઉમિયા માતાજી સંસ્થા દ્વારા ગોઠવાયેલ આ મહાઆરતીના સમગ્ર આયોજનમાં એક સાથે 1001 દિવડાની આરતી ઉતારવામાં આવતા આકાશમાં તારા ચમકતા હોય તેવો દિવ્ય માહોલ રચાયો હતો.
પાટીદારોની આસ્થાનું કેન્દ્ર સમાન જગત જનની માં ઉમિયાના મંદિરે દર્શન હેતુ નવરાત્રી દરમ્યાન લાખો દર્શનાર્થીઓ આવતા હોય છે.
દર્શનાર્થીઓ માટે જરૂરી તમામ પ્રકારની વ્યવસ્થા સંસ્થા દ્વારા અપાય છે.
જગતજનની માં ઉમિયા માતાજી દરેક શ્રધ્ધાળુઓની મનોકામનાઓ પૂર્ણ કરે છે.
કુળદેવી ઉમિયા માતાજીની કૃપા આશિર્વાદ થકી કરોડો શ્રધ્ધાળુઓ સુખી-સંપન્ન થયા છે, એટલે જ દાતાઓ દાનનો અવિરત ધોધ વહાવતા રહ્યા છે.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
