શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી હિરેન ભાઈ શાહ દ્વારા ઇનામો આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા
ઐતિહાસિક, સાંસ્કૃતિક અને કલાની નગરી એવા પાટણ શહેર માં સ્થિત શેઠ એમ. એન. હાઈસ્કૂલ ખાતે હાલ ચાલી રહેલ માઁ જગદંબાના નવલા નોરતા પર્વ ને અનુલક્ષીને શાળા ના આચાર્ય ધનરાજ ભાઈ ઠક્કર અને શાળા પરિવાર દ્વારા શાળા ના વિદ્યાર્થી ભાઈ બહેનો માટે “ગરબારાંગ -2024” ગરબા કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.
શેઠ એમ. એન. હાઈસ્કૂલ, પાટણમાં નવરાત્રી પર્વના અવસરે “ગરબારંગ – 2024” ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું. આ વર્ષે 108 દીવડાની મહા આરતી તથા શાળાની કેટલીક વિદ્યાર્થીનીઓ પણ ઘેર થી આરતીની તૈયારી કરીને લાવી હતી તે વિધાર્થીનીઓ દ્વારા આરતી કરીને માં અંબા જગદંબા ની આરાધના સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ આરતી સમયે કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે અમારી શાળાનાજ ભૂતપૂર્વ વિદ્યાર્થી, નેશનલ યુવા કો ઓપરેટિવ સોસાયટીના નેશનલ ડાયરેક્ટર, પાટણ બ્રાંચના પ્રમુખ એવા ભાઈ હિરેનભાઈ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત આ કાર્યક્રમમાં અમારી અમારી શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી, પાટણ નગરપાલિકાના ઉત્સાહી નગર સેવક મનોજભાઈ પટેલ તેમજ ઉત્તર ગુજરાત યુવક મંડળના વહીવટી અધિકારી દિનેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહેમાનો, શાળાના આચાર્ય ધનરાજભાઈ ઠક્કર તમામ સ્ટાફ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ બહેનો ટ્રેડિશનલ ડ્રેસમાં હાજર રહ્યા હતા.
ભારતીય સંસ્કૃતિ માં નવરાત્રી પર્વ નું અનેરું મહત્વ હોય છે. ગરબાને લઈને વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.મહેમાનો, વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફ મિત્રો એ પરંપરાગત પરિધાન માં સજ્જ થઈને ઉમળકાભેર ગરબા કાર્યક્રમમાં ભાગ લીધો હતો.ખેલૈયાઓ ડી.જે. ના તાલે ટ્રેડિશનલ ડ્રેસમાં મન મૂકીને નાચ્યા હતા.ગરબે ઘુમ્યા હતા.
વિદ્યાર્થીઓ એ ગરબા થકી પોતાની કળા પ્રદર્શિત કરી સંસ્કૃતિની ઝાંખીના દર્શન કરાવ્યા જે વિદ્યાર્થીઓ ટ્રેડિશનલ રેસમાં હોય અને ખૂબ સારું રમતા હોય તેવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહનરૂપે માધ્યમિક વિભાગ માંથી છ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી છ એમ કુલ 12 બાળકો ની પસંદગી કરી તેમને શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને મુખ્ય મહેમાન એવા હિરેનભાઈ શાહ દ્વારા ઇનામો આપવામાં આવ્યા હતા અને સમગ્ર શાળા પરિવારે સહયોગ આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
