શ્રી વિશ્વકર્મા ગ્લોબલ ફાઉન્ડેશનના નેજા હેઠળ ૧૩/૧૦/૨૦૨૪ દશેરાના રોજ સમસ્ત વિશ્વકર્મા ઉપાસક સમાજના અગ્રણીઓ એકઠા થયા હતા. અલગ અલગ જ્ઞાતિ અને પાંખીઓમાં વહેચાયેલો વિશ્વકર્મા સમાજ એક તાંતણે બંધાય તે હેતુથી શ્રી વિશ્વકર્માધામ ના નિર્માણના સંકલ્પ સાથે શંખનાદ કાર્યક્રમ થયો હતો. આ સાથે શ્રી વિશ્વકર્માધામની રૂપરેખા નિરૂપણ, શસ્ત્ર પૂજન અને વિચાર ગોષ્ઠિનું આયોજન થયું હતું. આવનારા સમયના સંકટો સામે બાથ ભીડવા માટે આપણે સૌએ એક થવું જ જોઈએ તે શંખનાદ સાથે સૌ અગ્રણીઓએ શ્રી વિશ્વકર્માધામના નિર્માણ માટે સંકલ્પ કર્યો હતો. શ્રી વિશ્વકર્મધામનો હેતુ વિશ્વકર્મા સમાજને સામાજિક રીતે મજબૂત, શૈક્ષણિક રીતે ઉત્કૃષ્ટ અને આર્થિક રીતે પગભર બનાવવાનો રહેશે તે મનોકામના સાથે શંખનાદ ૧.૦ કાર્યક્રમ થયો હતો. આ આયોજનમાં મનોજભાઈ મિસ્ત્રી, નંદલાલભાઈ પાંડવ, ભરતભાઈ ટાંક(વાપી), કે.ડી.પંચાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ૨૦૨૪ના અંત સુધીમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ અને મુંબઈ જેવા શહેરોમાં શંખનાદ કાર્યક્રમ કરી શ્રી વિશ્વકર્માધામના સંકલ્પને વેગ આપવામાં આવશે.
