દ્વારા તા.15.10.2024 ના રોજ ‘બાળ સંસ્કાર શિબિર’ નો પોગ્રામ યોજાઈ ગયો.
શ્રી અમૃતાનંદ આશ્રમ,( મુ. ગણેશપુરા.
કંસારાકુઇ -તિરૂપતિ -કાંસા રોડ, તાલુકો – વિસનગર ) માં હાલ અધિસ્થાન પદેથી શ્રી દશરથરામ મહારાજે જણાવ્યા અનુસાર પ્રાથમિક શાળાઓમાં વાણી, વર્તન,વ્યવહાર,અભ્યાસની એકાગ્રતા, પરિવાર, ધર્મ, અધ્યાત્મ, સંસ્કૃત, સભ્યતા,વગેરે જેવા જીવનના મહત્વના પાસાઓને આવરી લઇ બાળકો સમજી શકે તે રીતે આશરે 45 મિનિટનું વ્યાખ્યાન ‘બાળ સંસ્કાર શિબિર’ નું ઉદ્દબોધન દરેક શાળાઓમાં સ્વખર્ચે જઈ આપવામાં આવે છે.
દરેક શાળાઓમાંથી ખુબ સારો પ્રતિસાદ મળી રહે છે.આ સિવાય આશ્રમ ખાતે પણ પર્યાવરણ, જીવદયા અને બીજી અનેક ધાર્મિક સેવાકીય પ્રવુતિઓ લાંબા સમયથી ચાલી રહી છે.
અહેવાલ: આશિષ પટેલ, ઐઠોર
