૨૩/૧૦/૨૦૨૪ ના સાંજના સાડા પાંચ વાગ્યે ભાભર પોલીસ સ્ટેશન ખાતે આગામી દિવાળી તહેવાર અનુસંધાને ભાભર શહેરમાં શાંતિ જળવાઈ રહે તે હેતુસર તમામ વહેપારી એસોસીયેશન ની મિટીંગ નું
આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાભર પી.આઈ એન કે વિંઝુડા ના માર્ગદર્શન હેઠળ આ મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં ભાભરના વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા દિવાળી સમયે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને ગામ માં લોકો સુરક્ષિત રહે તે હેતુસર ભાભર પીઆઇ એન . કે.વિંઝુડા એ વેપારી
મિત્રોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને દિવાળીના તહેવારોમાં વેપારીઓને તકલીફ ન પડે તે હેતુસર
જાણકારી આપી હતી. અને કોઈપણ તકલીફ હોય તો તેમનો મોબાઈલ નંબર આપી અને જાણ કરવા અપીલ કરી હતી.
સુનિલભાઈ ગોકલાની ભાભર બનાસકાંઠા
