May 13, 2025 12:04 pm

પીએસઆઈ બની છેતરનાર વડોદરાનો શખ્સ ઝડપાયો

વલસાડઃ વડોદરાના એક શખ્સે વાપીના એક સોની વેપારીને મોબાઈલ ફોન ઉપર પોતે પીએસઆઈ અર્જુનસિંહ ઝાલા વડોદરાથી બોલુ છુ. ગત ડીસેમ્બરમાં એક બહેનને સોનાની ચેઈન બિલ વગર વેંચાણ થી આપી હતી. તે બહેનને અમે પકડેલ છે. રૂા. ૨૯,૫૦૦/ ‘ગુગલ પે’થી મોકલો નહી તો હું તમારી દુકાન ઉપર પોલીસ મોકલુ છુ. તેમ કહી સોનીને ધમકાવતા સોનીએ રૂપીયા ૨૯,૫૦૦/ ટ્રાન્સફર કર્યા હતાં.જો કે, એ પછી સોનીએ ફોન કરતા મોબાઇલ સ્વીચ ઓફ આવતો હોય જે અંગેની સોનીએ વાપી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરતા પોલીસે વડોદરા પોલીસની મદદથી છેતરપીડી કરનાર અભિષેક ઉર્ફે કાંતીભાઈ સાવલિયા (રહે. બી-૧૨૭, શ્રીકુંજ રેસીડન્સી, આમલગીરી તા. વરણામા જિ. વડોદરા, મૂળ રહે. જશાપર, તા. કાલાવાડ, જિ. જામનગર)ની ધરપકડ કરી તેમની પાસેથી રોકડા રૂ.૨૯,૫૦૦ તથા ૧૦ હજારના ૨ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૩૯,૫૦૦/ નો મુદામાલ કબ્જે કયો હતો. વલસાડ જિલ્લા પોલીસવડા ડો. કરણરાજ વાઘેલાએ જાહેર જનતાને અપીલ કરતા જણાવ્યું હતું કે, તમારા મોબાઇલ ફોન ઉપર કોઇ અજાણી વ્યકિત ફોન કરી પોતે પોલીસ અધિકારી તેમજ અન્ય સરકારી ખાતાના અધિકારી બોલે છે તેમ કહી તમોને ડરાવી ઓનલાઇન રૂપિયા ટ્રાન્સફર કરવાનું કહે તો રૂપિયા ટ્રાન્સફર કરવા નહિ અને એ અંગે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરી ફરિયાદ કરવો.

Ashok kumar Jiyani
Author: Ashok kumar Jiyani

Co editor in chief

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें