આખા ગુજરાતમાં વાવ વિધાનસભા ની સીટ ખાલી થતા ત્યાં ફરીથી ચૂંટણીના નગારા વાગી રહ્યા છે ત્યારે આજરોજ બનાસકાંઠાના ભાભર ખાતે ભાજપ કાર્યાલય ખુલ્લુ મુકવામાં આવ્યું પરંતુ હજુ ઉમેદવાર
પણ ભાજપના નક્કી નથી થયા તેવી લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. ઉમેદવાર વગર કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું જે મુદ્દો ટોક ઓફ ટાઉન બની ગયો છે.25 1024 ના રોજ સોઈગામ ખાતે ભાજપ અને કોંગ્રેસ દ્વારા ફોર્મ ભરવામાં આવશે. આ કાર્યક્રમમાં ગુજરાત મહામંત્રી રજનીભાઈ પટેલ. બનાસકાંઠા પ્રમુખ કિર્તીસિંહ વાઘેલા ના હસ્તે આ કાર્યાલય ખુલ્લુ મુકવામાં આવ્યો હતું. જેમા મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા.
સુનિલભાઈ ગોકલાણી ભાભર બનાસકાંઠા
