હારીજ તાલુકાના કાતરા ગામ ખાતે છેલ્લા પાંચ વર્ષથી એક બોગસ તબીબો કે જેઓ પાસે કોઈ જાતની ડીગ્રી ન હોવા છતાં તેઓ ગામમાં ખુલ્લેઆમ દવાખાના ની હાટડીઓ શરૂ કરી બેઠા છે,, જેઓ ખુલ્લેઆમ લોકોના જીવનને જોખમમાં મૂકી રહ્યા છે,, તેમ છતાં જવાબદાર તંત્ર દ્વારા આ બોગસ તબીબો સામે કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા ગામ લોકો બોગસ તબીબોને ગામમાંથી હકકલ પટી કરી તેવો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરાઈ રહી છે, કાતરા ગામ ખાતે છેલ્લા ધણા સમયથી બોગસ તબીબો ,, પ્રજાપતિ ચિરાગભાઈ,, ગામમાં ભાડા ની દુકાનમાં કોઈપણ જાતની ડીગ્રી ન હોવા છતાં ખુલ્લેઆમ તંત્રના કોઈપણ ડર વગર જાણે તેઓ પાસે ,એમ,ડી અને એમબીએસની ડિગ્રી હોય તેમ ખુલ્લેઆમ દવાખાનાની હાટડીઓ શરૂ કરી બેઠા છે, જેમાં ચિરાગભાઈ પ્રજાપતિ કોઈ ડીગ્રી કે પ્રેક્ટિસ કર્યા વગર લોકોના જીવન જોખમમાં મૂકી રહ્યા છે,, ત્યારે બોગસ તબીબો દ્વારા એક્સપાયર ડેટ ની દવાઓને બે નંબરમાં મેળવી અભણ ગરીબોની જિંદગીને જોખમમાં મૂકે તે ગંભીર બાબત માનવામાં આવી રહી છે, જેથી ગામ લોકો દ્વારા અનેકવાર તબીબોની હાટડીઓ બંધ કરવા કહેતા તેઓ રાજકીય લાગવગ ધરાવતા હોવાથી તેઓ સામે કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી.. તેમજ બોગસ તબીબો દ્વારા દાદાગીરીથી ગામમાં દવાખાનાની હાટડીયો શરૂ કરાઈ છે, જેથી આ બોગસ તબીબો દવાથી લોકોના જીવ ગુમાવે તે પહેલા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને આરોગ્ય વિભાગ ગામની મુલાકાત લઈ તેઓ સામે કાનૂની કાર્યવાહી તેવી ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે,,
