અમરોલી ન્યુ કોસાડ રોડ સ્થિત લેકવ્યુ રેસીડેન્સીમાં રહેતાં દેવાંગભાઈ રાજેશભાઈ ચૌહાણ દ્વારા જાન્યુઆરી ૨૦૨૩માં સિંગણપોર કોઝવે રોડ ગદા સર્કલની બાજુમાં સિલ્વર સ્ટોન આર્કેડની ઓફિસ નં. ૧૧૦ માં પટેલ ટ્રાવેલ્સ એન્ડ સેલ્ફ ડ્રાઇવ ફર્મ દ્વારા વર્તમાન પત્રમાં આપેલી જાહેરાત વાંચી તેમનો સંપર્ક કર્યો હતો. ઓફીસ પર હાજર ત્રણ ભાગીદારો દ્વારા હમો સેલ્ફ ડ્રાઈવ માટે કાર ભાડે આપીએ છીએ. તમે તમારી કાર હમોને આપશો તો નિયમીત માસિક રૂ. ૬૦ હજાર ભાડુ આપશું કહી વિશ્વાસ આપ્યો હતો. વિશ્વાસ આવતાં તેમણે પોતાની રૂ. ૧૫ લાખની કિમંત ની ઈનોવા કાર નં. જીજે ૦૧ એચડબલ્યુ ૧૦૨૪ એમઓયુ કરાર કરી આપી હતી. ડીસેમ્બર ૨૦૨૩ સુધી નિયમીત ભાડુ ચૂકવ્યા બાદ ઠગ ત્રિપુટી ઓફિસ બંધ કરી ભાગી ગઈ હતી. ઓફિસે ચક્કર મારવા દરમિયાન તેમની જેમ અન્ય ૯ વ્યક્તિ ઓ પાસે પણ ઊંચુ ભાડુ આપવાની લાલચે કાર લીધી હતી.તમામ ૧૦ વ્યક્તિઓ સાથે કુલ રૂ.૯૨ લાખની ઠગાઈ મામલે દેવાંગભાઈ ચૌહાણ દ્વારા ગત તા.૧૫/૬/૨૪ નાં રોજ પટેલ ટ્રાવેલ્સ એન્ડ સેલ્ફ ડ્રાઇવ ની ભાગીદાર ત્રિપુટી વિરૂદ્ધ ઈપીકો કલમ ૪૨૦, ૧૨૦(બી) અંતર્ગત ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે અંતર્ગત પોસઈ એમ.કે રાઠોડ દ્વારા ગતરોજ ફરાર આરોપી મીતકુમાર ચંદ્રકાંતભાઈ રાઠોડ (ઉ.વ. ૨૨, રહે. ૬૮,નર્મળ નગર સોસાયટી, જૈન મંદિર પાછળ, કોસાડ રોડ, અમરોલી સુરત, મુળ ગામ-મેઘપર, તા. જિ.જામનગર ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માં આવી છે.

Author: Ashok kumar Jiyani
Co editor in chief