શ્રી ગૌતમ પરમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષક ભાવનગર રેન્જ ભાવનગરનાઓએ રેન્જ જીલ્લાઓમાં ગુન્હાના કામે પકડવાના બાકી આરોપીઓને પકડવા અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હોય જે અન્વયે હિંમકર સીંહ પોલીસ અધીક્ષક અમરેલીનાઓ દ્વારા ગુન્હાના કામે પકડવાના બાકી આરોપીઓ શોધી કાઢવા જરૂરી માર્ગદર્શન તથા સુચના આપેલ હોય જે અનુંસંધાને ચિરાગ દેસાઇ નાયબ પોલીસ અધીક્ષક અમરેલી ડીવીજનનાઓ દ્રારા જરૂરી કાર્ગદર્શન આપેલ હોય.
જે અન્વયે શ્રી.એમ.એ. દેસાઇ સર્કલ પો.ઇન્સ. બાબરા, તથા શ્રી સી.એન.દવે I/C પો.ઇન્સ.વડિયા પો.સ્ટેનાઓના સીધા માર્ગદશર્ન હેઠળ વડીયા પો.સ્ટેની પોલીસ ટીમે વડીયા પો.સ્ટે.ના પાર્ટ (બી) ગુ.ર.નં.૧૧૧૯૩૦૬૦૨૪૦૨૧૦/૨૦૨૪ અનૈતિક વેપાર (નિવારણ) અધિનિયમન १८५८ ની કલમ.૪(એ)(૧).૫(૧)(એ)(સી) (ડી), ૬(૧)(બી) મુજબનો ગુન્હો વડીયા પો.સ્ટ.માં તા.૨૭/૧૧/૨૦૨૪ ના રોજ કલાક-૨૩/૫૯ વાગ્યે રજી થયેલ હોય અને સરદ કામના ફરીયાદી દર્પણભાઇ વિનોદભાઇ પાથર ઉ.વ.૨૦ ધંધો.પ્રા.નોકરી રહે.બગસરા નટવરનગર હનુમાનપરા તા.બગસરા જી.અમરેલી વાળાએ આ કામના આરોપીઓ જેમાં નં.(૧) દયાબેન કેશવભાઇ રાઠોડ ઉ.વ.૨૯ ધંધો.બ્યુટીપાર્લર નં.(૨) દિપકભાઇ રહે.બંન્ને અમરેલી (૩) પ્રિતેશ ઉર્ફે પદીયો રસીકભાઇ આસોદરીયા (૪) દકુ ઉર્ફે નયન રામજીભાઈ વેકરીયા તથા (૫) અનિલભાઈ વિનુભાઈ દેસાઈ (૬) સોમાભાઈ હરપાલભાઈ આલાણી ઉ.વ.૨૧ રહે.તમામ મોટી કુંકાવાવ વાળાઓની સંડોવણી હોય,
આ કામના આરોપી નં.૦૧ નાએ ગરીબ વર્ગની છોકરીઓને પોતાના રહેણાંક મકાને રાખી અને જુદી જુદી જગ્યાના પુરૂષો સાથે દેહવ્યાપરનો ધંધો કરાવવા મોકલી અને તેમાંથી નાણાનો ફાયદો મેળવતા હોય અને આ દેહવ્યાપાર કરાવવામાં આ કામના આરોપી નં.૦૨ નાઓ જે સ્થળે ગ્રાહકને છોકરીની જરૂર હોય તે જગ્યાએ પહોચાડવાનુ કામ કરી દેહવ્યાપરના ધંધામાં મદદ કરતો હોય અને આ કામના આરોપી નં.૦૩ થી ૦૬ નાઆ દેહવ્યાપાર સારૂ આવેલ મહિલા સાથે સંભોગ કરી ગુન્હો કરવામાં એક બીજાએ મદદ કરી ગુન્હો કરેલ હોય વિ.મતલબનો ગુન્હો રજી થયેલ હોય જેની તપાસ બાબરા સર્કલ પો.ઇન્સ.એમ.એ.દેસાઈનો ચલાવી રહેલ હોય અને તપાસ દરમ્યાન મહિલા આરોપી દયાબેન કેશવભાઇ રાઠોડ ઉ.વ.૨૯ ધંધો.બ્યુટીપાર્લર રહે અમરેલી વાળાને ગઇ તા.૨૮/૧૧/૨૦૨૪ ના કલાક.૧૫/૪૦ વાગ્યે ધોરણસર અટક કરી મજકૂર મહિલા આરોપીને તા.૨૯/૧૧/૨૦૨૪ ના રોજ નામદાર બગસરા કોર્ટમાં રજુ કરી રીમાન્ડ મેળવતા નામદાર કોર્ટ દ્રારા મહિલા આરોપીના દિન-૧ ના રીમાન્ડ આપવામાં આવેલ છે.
સંડોવાયેલ / પકડાયેલ આરોપી.
(૧) દયાબેન કેશવભાઇ રાઠોડ ઉ.વ.૨૯ ધંધો.બ્યુટીપાર્લર રહે અમરેલી
મંડોવાયેલ / પકડવાના બાકી આરોપીની વિગત.
(૧) પ્રિતેશ ઉર્ફે પદીયો રમણીક આસોદરીયા
(૨) દકુ ઉર્ફે નયન રામજીભાઈ વેકરીયા
(૩)અનિલભાઈ વિનુભાઈ દેસાઈ
(૪)સોમાભાઈ હરપાલભાઈ આલાણી
(૫) દિપકભાઇ
આ સમગ્ર કામગીરી અમરેલી જિલ્લા પોલીસ અધીક્ષક શ્રી હિમકર સિંહ નાઓની સુચના અને
માર્ગદર્શન હેઠળ શ્રી એમ.એ.દેસાઇ સર્કલ પો.ઇન્સ.બાબરા, તથા શ્રી સી.એન.દવે I/C પો.ઇન્સ. વડિયા પો.સ્ટે.તેમજ વડીયા
સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર
