વિરોધી પક્ષમા સોપો પડી ગયો.આજ તારીખ 5-12-24 ગુરુવાર ના રોજ ઊંઝા apmc પૂર્વ ચેરમેન દિનેશભાઇ પટેલ પર શેસ કૌભાંડ મુદ્દે દિનેશભાઇના વિરોધીઓની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી ચુકાદો દિનેશભાઇ તરફ આવ્યો હતો.
વિરોધી પક્ષમાં આ ચુકાદાથી સોપો પડી ગયો હતો.
એક બાજુ ઊંઝા apmc ની ચૂંટણીનું ગરમ વાતાવરણ છે અને તેવા જ સમયે દિનેશભાઇ તરફી કોર્ટનો આ ચુકાદો દિનેશભાઇની જાણે જીત નક્કી કરી દીધી હોય તેવો માહોલ બનાવી દીધો છે.
દિનેશભાઇના જણાવ્યા મુજબ અગાઉની આવક કરતા દિનેશભાઇના શાસન દરમ્યાન આવક ડબલ જેટલી થયેલી,
તેમજ પહેલાના 65 વર્ષમાં જે ભંડોળ હતું તે કોરોનાના કપરા સંજોગો અને બદલાતા કેટલાક સરકારી મુક્ત વેપાર જેવા નિયમો વચ્ચે પણ ફક્ત 5 વર્ષમાં તે ડબલ કરી દીધું.
આ સિવાય ખેડૂતોના અનેક પ્રકારના હિતમાં અને તે સિવાય પણ અનેક પ્રકારની સામાજીક, શૈક્ષણિક, આરોગ્યલક્ષી અનેક સેવા કાર્યો પણ કરેલા.
અનેક પ્રકારના કાવા- દાવા સાથે દિનેશભાઇ ને બદનામ કરી ઊંઝા apmc ની સત્તા કબજે કરવાના વિરોધીઓના તમામ પ્રયત્નો આ ચુકાદાથી જાણે ધૂળમાં મળી ગયા છે.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo -987 986 1970
