July 11, 2025 11:19 am

હજીરામાં આવેલ અદાણી પોર્ટ પર પાણીમાં નિરીક્ષણ વેળા ડૂબી જતા કર્મચારીનું મોત

સુરતઃ હજીરા વિસ્તારમાં આવેલ અદાણી પોર્ટ ખાતે ગઈકાલે સાંજે કરૂણ ઘટના બનવા પામી હતી. જેમાં અંડર વોટર સર્વિસમાં ઈન્સ્પેક્સન દરમિયાન ખાનગી કંપનીના કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા કર્મચારીનું કોઈ કારણોસર ડૂબી જવાથી મોત થયું હતું.પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ ઉત્તરપ્રદેશમાં આવેલા મેરઠના વતની અને હાલ ઈચ્છાપોર ખાતે આવેલ સનરાઈઝ હોટલમાં સચિન અમરસિંગ (ઉ.વ.૩૪) સાથી કર્મચારીઓ જોડે રહેતો હતો. સચિનને બે સંતાન છે. સચિન છેલ્લા ઘણા વર્ષોથી અંડર વોટર સર્વિસનું કામ કરતી ખાનગી કંપનીમાં કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતો હતો. અને હાલમાં હજીરા ખાતે અદાણી પોર્ટમાં ઈન્સપેકશન ચાલી રહ્યું છે. જેમાં અંડર વોટર સર્વિસમાં દોઢ મહિનાથી કામદાર સચિન કામ કરતો હતો. જેમાં તેઓ અંડર વોટરમાં કઈ તકલીફ બાબતે સિગ્નલ આપવાનું કામ કરતો હતો. ગઈકાલે સાંજે સચિન સેફ્ટીના તમામ સાધનો સાથે અંડર વોટર સર્વિસમાં નીચે ઉતર્યો હતો.દરમિયાન સચિને પ્રથમ સિગ્નલ આપ્યું હતું. જ્યારે બીજું સિગ્નલ સમયસર ન આપતા શંકા ગઈ હતી.જેથી તાત્કાલિક અન્ય તરવૈયાઓને તપાસ કરવા નીચે ઉતારવામાં આવ્યાં હતા જ્યાં સચિન બેભાન હાલત માં હતો જેથી તેને બહાર કાઢવામાં આવ્યો હતો. બાદમાં તપાસ કરવામાં આવતા તેનો શ્વાસ ચાલુ-બંધ થતો હતો. જેના કારણે સચિનને ૧૦૮ મારફતે સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાંથી વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં તેનું મોત નીપજ્યું હતું. અંડર વોટર સર્વિસના ઈન્સ્પેકશન વેળા સચિનનું ડૂબી જવાથી મોત થયું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. આ બનાવ અંગે ઈચ્છાપોર પોલીસને જાણ કરાતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.

Ashok kumar Jiyani
Author: Ashok kumar Jiyani

Co editor in chief

Leave a Comment

और पढ़ें

Patan : પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશનના વિસ્તારના અઘાર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી બોટલ ટીન/નંગ ૧૦૩૬ કિ.રૂ.૨,૫૫,૧૪૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી. પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan : પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશનના વિસ્તારના અઘાર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી બોટલ ટીન/નંગ ૧૦૩૬ કિ.રૂ.૨,૫૫,૧૪૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી. પાટણ