બનાસકાંઠા ડીવીઝન હેઠળ ટપાલ સેવા, ટપાલ વિતરણ, કાઉન્ટર સેવા, બચત બેંકના પ્રશ્નોના નિકાલ કરવા હેતુ આગામી તારીખ ૨૦ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે અધિક્ષક ડાકઘર, બનાસકાંઠા, પાલનપુરની કચેરીમાં ડાક અદાલતનું આયોજન કરાશે.
આ અદાલતમાં નીતિ વિષયક મુદ્દા સિવાયની ટપાલ સેવાઓને લગતા મુદ્દાઓ સબંધિત ફરિયાદો સાંભળી વિવિધ પ્રશ્નોનો નિકાલ કરવામાં આવશે. આ માટે ટપાલ સેવા સંબંધી અદાલતમાં રજુ કરવાની ફરિયાદો ડેપ્યુટી મેનેજર, કસ્ટમર કેર સેન્ટર, અધિક્ષક ડાકઘરની કચેરી, બનાસકાંઠા ડિવીઝન, પાલનપુર ને તારીખ ૧૮.૧૨.૨૦૨૪ સુધીમાં મળી જાય તે રીતે મોકલવાની રહેશે.
નિર્ધારિત સમયમર્યાદા બાદ આવેલી ફરિયાદો ધ્યાનમાં લેવામાં આવશે નહિ. ફરીયાદ સ્પષ્ટ અને મુદ્દાસર હોવી જરૂરી છે. નીતિ વિષયક મુદ્દાઓની સુનાવણી હાથ ઉપર લેવામાં આવશે નહિ તેમ અધિક્ષકશ્રી ડાકઘર બનાસકાંઠા દ્વારા અખબારી યાદીમાં જણાવ્યું છે.
રિપોર્ટર રાવળ અસ્મિતાબેન પાલનપુર બનાસકાંઠા
