બળજબરી પૈસા કઢાવવા બે રાઉન્ડ ફાયરિંગ કર્યું
રાધનપુર નાયબ પોલીસ અધિક્ષક ડી. ડી.ચૌધરી એ જણાવ્યું હતું બળજબરીથી પૈસા કઢાવી લેવા સારું બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જેમાં આરોપીઓને પડકવા ત્રણ અલગ અલગ ટીમો બનાવી ને આરોપીઓને ઝડપવા કાર્યવાહી હાથ ધરી છે.
પંચનામું તપાસ દરમિયાન જીવતો કારતૂસ મળ્યો
એફ.એશ.એલ પંચનામું દરમિયાન બનાવ વાળી જગ્યા પર થી તૂટેલા બારીના કાચ નીચેથી જીવતો કારતૂસ 9 એમ.એમ.મળી આવેલ અને બહાર રસ્તા પર થી બે રાઉન્ડ ફાયરિંગ કરેલ સકેચ મળી આવેલ
સોસાયટીના રહીશો ભય ભિત માં મુકાયા
રામદેવ સોસાયટીમાં વહેલી સવારે સવા ચાર વાગ્યાના સમયે થયેલ બે રાઉન્ડ ફાયરિંગ તે દરમિયાન સોસાયટીના રહીશો ભારે ભયભીત મુકાયા હતા અને સમગ્ર બનાવ જોતા રહ્યા હતા.
રાધનપુરમાં વહેલી સવા ચાર વાગે ના સમયે રામદેવ સોસાયટીમાં ઘૂસીને ચોકીદાર પકડીને રાખીને સ્કોર્પિયો નંબર પ્લેટ ગાડીમાં ઉતરીને 6 ઈસમો એ નિવૃત મામલતદારના ઘર પર બે રાઉન્ડ ફાયરિંગ કરીને ઘર પર તેમજ બે કારના કાચ તોડીને નુકસાન પહોંચાડીને પૈસાની ઉઘરાણી બાબતે ઘર પર ફાયરિંગ કરતાં 6 ઈસમો સામે પોલિસ ફરિયાદ નોંધાઇ છે.
રાધનપુરની રામદેવ સોસાયટીમાં રહેતા પ્રકાશભાઈ કરસનભાઈ રમેશભાઈ કરસનભાઈ અમદાવાદ ખાતે રેતીના ડમ્પરમાં કમિશન એજન્ટ તરીકે કામ કરતા હતા દરમિયાન પૈસાની જરૂર પડતા આનંદ પાસેથી ઉછીના પૈસા લીધા હતા પરંતુ ઉછીના પૈસા પરત આપેલ નહિ તેની અવાર નવાર પઠાણી ઉઘરાણી કરતા હોય અને ધમકી આપતા હોય જેથી રમેશ એ અમદાવાદ છોડીને રાધનપુર રહેવા આવી ગયેલ તે દરમિયાન બુધવારના વહેલી સવારે સવા ચારેક વાગ્યાના સમયે નિવૃત મામલતદાર તેઓ તેઓના પરિવાર સાથે સૂતા હતા તે દરમિયાન સ્કોર્પિયો ગાડીમાં 6 જેટલા ઈસમો આવીને કાચની બારીઓ તોડવા લાગેલ જેથી સુઈ રહેલ પરિવાર જાગી ગયેલ અને જોતા આનંદ, મીત ઉર્ફે ભોલો તેમજ ત્રણ અજાણ્યા શખ્શો ધારિયા લોખંડની ટોમીઓ લઈને ઊભા હતા અને જોર જોરથી બૂમો પાડીને કહેવા લાગેલ કે RK,PK ને બહાર કાઢો આજેતો પતાવી દેવા છે તેમ કહીને મોત ઉર્ફે ભોલા એ જાનથી મારી નાખવાના ઇરાદે ઉપરા ઉપરી બે રાઉન્ડ ફાયરિંગ કરતાં પરિવાર સંતાઈ ગયેલ.તે વખતે ફાયરિંગનો અવાજ સાંભળીને સોસાયટીના રહીશો જાગી ગયેલ તે વખતે ફાયરિંગ નો અવાજ સાંભળીને સોસાયટીના રહીશો ડર ના કારણે બહાર ન નીકળેલ આ સમગ્ર બનાવ રહીશો એ જોતા સોસાયટીના રહીશો ભય માં મુકાયા હતા તેમજ સાથે રહેલા ઈસમોએ જોર જોરથી બૂમો પાડીને કહેવા લાગેલ કે બહાર નીકળો આજતો મારી નાખવા છે તેમ કહીને પાર્કિંગ માં પડેલ કાર પર લોખંડની ટોમી વડે ધારિયા વડે બન્ને કારના ફંટ ગ્લાસ અને સાઈડના ગ્લાસ તોડી નાખેલ તે દરમિયાન નિવૃત મામલતદાર પોલિસને ફોન કરવાનું કહેતા તમામ ઈસમો ત્યાંથી રફૂચુકર થઈ ગયેલ તે દરમિયાન સ્થાનિક લોકો એકત્રિત થયેલ અને તપાસ કરતા સ્થળ પર થી બે રાઉન્ડ ફાયરિંગ કરેલ સ્કેચ મળી આવેલ .6 ઈસમોએ પૂર્વ આયોજિત કાવતરું રચીને એક સંપ થઇને નિવૃત મામલતદાર ના ઘર પર ફાયરિંગ કરીને બળજબરીથી પૈસા કઢાવવા સારું ફાયરિંગ કરતા પ્રકાશભાઈ કરસનભાઈ રબારી એ રાધનપુર પોલિસ ખાતે આનંદ અમરતભાઈ રબારી રહે.કનોડા,મહેસાણા,મીત ઉર્ફે ભોલો રહે. વડું તા.સરસ્વતી હાલ રહે સુરત તેમજ ચાર અજાણ્યા ઈસમો સામે પોલિસ ફરિયાદ નોંધાઇ છે.
રિપોર્ટર દશરથભાઈ રબારી પાટણ
