નવસારી જિલ્લાનાં વાંસદા તાલુકાનાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સંકલ્પ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 15 ડિસેમ્બરને રવિવાર ના રોજ આર્થિક મદદ કરવામાં આવી.સામાજિક માધ્યમોનો ઉપયોગ કરીને ભણતા બાળકોને મદદરૂપ થવા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ આપણી વચ્ચે લઈને આવ્યા છે સંકલ્પ એજ્યુકેશન ટ્રસ્ટ ના મિત્રો. સોશિયલ મીડિયામાં સૌથી વધારે વપરાશ થતા વોટ્સએપનો સામાજિક સેવા માટે ઉપયોગ કરી સંકલ્પ એજ્યુકેશન ટ્રસ્ટના મિત્રોએ રવિવારના રજાના દિવસનો ઉપયોગ સમાજસેવા માટે કર્યો. જ્યાં સંકલ્પ એજ્યુકેશનના મિત્રો વાંસદા તાલુકાના અલગ અલગ પાંચ ગામો કંડોલપાડા, સીંગાડ(વલ્લી), કાંટસવેલ( ડુંગરી ફળીયા), મોટી વાલઝર(જામન ફળિયા)અને ચઢાવ ગામમાં નર્સિંગ અને મેડિકલમાં અભ્યાસ કરતી કુલ પાંચ દીકરીઓને ભણવામાં નાણાંના અભાવે મુશ્કેલી ન પડે એ માટે બીએસસી નર્સિંગની દીકરીઓને 15000/- જ્યારે એમબીબીએસ નો અભ્યાસ કરતી દીકરીને 20,000/- ની એમ કુલ ૮૦ હજારની મદદ કરીને એમને શિક્ષણમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કરી છે. આજની આ પ્રવૃત્તિઓ સંકલ્પ એજ્યુકેશન ટ્રસ્ટ પ્રણેતા શિક્ષકશ્રી મિનેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ -શ્રી કૌશિકભાઈ પટેલ સામાજિક કાર્યકર, ભાવેશભાઈ પટેલ શિક્ષકશ્રી-( સાગબારા- નર્મદા), હિતેશભાઈ પટેલ શિક્ષકશ્રી વાલિયા- ભરૂચ, મીનેશભાઈ સામાજિક કાર્યકર કાંટસવેલ વાંસદા,શૈલેષભાઈ-શિક્ષક-સાગબારા- નર્મદા, જયંતીભાઈ શિક્ષકશ્રી કંડોલપાડા વાંસદા, ભરતભાઇ (રિપોર્ટર) ઘ ગુજરાત લાઈવ ન્યુઝ ,અશ્વિનભાઈ શિક્ષકશ્રી ચઢાવ વાંસદા ,મૂકેશભાઈ મંડપ ડેકોરેશન- કાંટસવેલ- વાંસદા, જેવા મિત્રોએ પોતાનો સમય ફાળવી આ પ્રવૃત્તિઓ માં ભાગ લીધો હતો.સંકલ્પ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ખરેખર એક સરાહનીય કાર્ય થઈ રહ્યું છે.આ ટ્રસ્ટના સભ્યો દ્વારા સમાજના જે વિદ્યાર્થીઓને નબળી આર્થિક સ્થિતિને કારણે આગળ અભ્યાસમાં તકલીફ પડતી હોય તેવા બાળકોને મદદ કરવામાં આવે છે.તો આ ટ્રસ્ટમાં વધુ ને વધુ સભ્યોએ જોડાઈને આ સેવા યજ્ઞમાં પોતાનું યોગદાન આપવું જ રહ્યું. રિપોર્ટર – ભરતભાઈ પટેલ

Author: Ashok kumar Jiyani
Co editor in chief