તારીખ 17 ડિસેમ્બર ના રોજ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ભીનાર ગામે મહિલાઓની વ્યવસાયલક્ષી મિટિંગનું આયોજન વાંસદા વિધાનસભાના ધારાસભ્ય શ્રી અનંતભાઈ પટેલની આગેવાની હેઠળ કરવામાં આવ્યું હતું.આ મીટીંગ ના આયોજનનો મુખ્ય હેતુ મહિલાઓને સ્વરોજગારી મળી રહે એ હતો. ધારાસભ્ય શ્રી અનંત પટેલે પોતાના વક્તવ્યમાં કહ્યું કે મહિલાઓ ફક્ત કચરા પોતા વાસણ ધોવા કે ઘરનું કામ નથી કરવાનું.આપણા વિસ્તારમાં ઘણાં ઉદ્યોગો છે. માત્ર પશુપાલન એક નથી.મહિલાઓ અન્ય વ્યવસાયનો ઉપયોગ કરીને પોતાનો સ્વરોજગાર જાતે મેળવી શકે છે.તેમણે બીજાના હાથ નીચે કામ કરવા કરતા આત્મનિર્ભર બનવું જોઈએ.આ કાર્યક્રમમાં ઉપસ્થિત મદદનીશ કમિશનર નવસારી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના સાહેબ શ્રી એ.કે. રાણા પણ ઉપસ્થિત રહ્યા હતા એમણે બહેનોને માનવ કલ્યાણ યોજના, સ્વરોજગાર માટે સાધન સહાય યોજના, જ્યોતિ ગ્રામઉદ્યોગ વિકાસ યોજના,પશુપાલન યોજના શ્રી બાજપાઈ બેંકેબ્લ યોજના, કેપિટલ યોજના,વિશે માહિતી આપી હતી.આ બધી યોજનાઓમાં મહિલાઓને સરકાર દ્વારા કેટલાક ટકા સહાય મળે છે તેની માહિતી પણ આપવામાં આવી.આ કાર્યક્રમમાં કલ્પેશભાઈ (જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર નવસારી) , ભીનાર ડેરીના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ,તાલુકા પંચાયત સભ્ય શ્રી સ્મિતાબેન, ઉનાઈ ગ્રામ પંચાયતના સભ્ય નયનાબેન, ગૌરાંગભાઈ,ભીનાર ગામના સરપંચશ્રી જીતુભાઈ,ઉનાઈ ગામના સરપંચ મનીષભાઈ વગેરે હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ભીનાર તેમજ આજુબાજુના ગામની મહિલાઓ મોટી ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર – ભરતભાઈ પટેલ, વાંસદા

Author: Ashok kumar Jiyani
Co editor in chief