હિરાણા પ્રાથમિક શાળામાં આજે STEM (Science, Technology, Engineering, Mathematics) અંતર્ગત પ્રદર્શન યોજાયુ હતું. આ પ્રદર્શનમાં શાળાના 60 જેટલા વિદ્યાર્થીઓએ વિજ્ઞાન અને ટેકનોલોજીની વૈજ્ઞાનિક રીતો અને અમલને વ્યક્ત કરતાં આશરે 20 મોડેલ્સ રજૂ કર્યા હતા.
વિદ્યાર્થીઓએ આ પ્રવૃત્તિ અંતર્ગત પોતાના શૈક્ષણિક કૌશલ્ય અને અભિગમ રજૂ કર્યા હતા, જે શાળાના બાળકો અને શિક્ષકો માટે પ્રેરણાત્મક અને નવીન જાણકારી આપે તેવા હતા. પ્રદર્શનના શ્રેષ્ઠ આયોજન માટે શાળાના આચાર્ય શ્રી શૈલેષભાઇ કે. પ્રજાપતિ તેમજ સી.આર.સી પીપળવા શ્રી નિલેશભાઈ બઢિયા સાહેબ તેમજ શાળાના શિક્ષકો શ્રી કે.બી.રાઠોડ, શ્રી કથીરિયા સુમિતાબેન, શ્રી ગોધાત નિરાલીબેન, શ્રી પંડ્યા રચનાબેન વગેરે તમામ સ્ટાફે ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઇ શાળાના તમામ બાળકોને પૂરતું માર્ગદર્શન આપેલ હતું.
પ્રિન્સિપાલ શ્રી શૈલેષભાઈ કે. પ્રજાપતિ સાહેબે વિદ્યાર્થીઓએ પ્રદાન કરેલ શૈક્ષણિક અને ટેકનિકલ બાબતોના સમર્પણને પ્રેરણાદાયી ગણાવીને કહ્યું કે, “આવા પ્રદર્શનો દ્વારા વિજ્ઞાન અને ટેકનૉલોજીમાં વિદ્યાર્થીઓનો ખૂબ જ રસ કેળવાય છે. અને ભવિષ્યમાં તેઓ નવા પ્રયોગો કરવા તરફ પ્રેરાય છે.”
આ પ્રદર્શનના સફળ આયોજન માટે હિરાણા પ્રા.શાળા વિશેષ આભાર વ્યકત કરે છે. AIF (American India Foundation) અને દીપશાળા પ્રોજેક્ટનો, જેમણે સતત માર્ગદર્શન અને સહયોગ પૂરું પાડીને આ પ્રદર્શનને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. તેમજ AIF ક્લસ્ટર કૉર્ડિનેટર શ્રી નરેશ મેર સાહેબે વિદ્યાર્થીઓને મોડેલ્સ તૈયાર કરવામાં પૂરતું માર્ગદર્શન આપ્યું તે ખૂબ જ સરાહનીય છે.તે બદલ તેમનો પણ સમગ્ર શાળા પરિવાર ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે.
ખરેખર શાળામાં ચાલતી આવી પ્રવૃત્તિઓથી બાળકોના ઉજ્જવળ ભવિષ્ય અને કારકિર્દી માટે ખૂબ જ આવશ્યક બની રહે છે. શાળાના તમામ બાળકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો.
સૌનો ખૂબ ખૂબ ખૂબ આભાર સહ અભિનંદન.
સંપર્ક:આચાર્યશ્રી
હિરાણા પ્રાથમિક શાળા
તારીખ: 18 ડિસેમ્બર, 2024
રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર
