તા.૨૦-૧૨-૨૦૨૪ના આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસના દિવસે ભારતીય કિસાન સંઘ બાબરા તાલુકા પ્રમુખ ભાનુભાઇ એમ.પાનશેરીયા તેમજ તેમના સાથે એલ.આઇ.સી. કન્વેન્સન માં ગયેલ એલઆઇસી
એડવાઇઝર શ્રી નિરજભાઈ જોષી, શૈલેષભાઈ લાડોલા, ધ્રુવભાઈ સેદાણી, ગીગાભાઈ પરમાર, રવિભાઈ ચાવડા અને સર્વો સાથે લૌન્ગેવાળા ભારતના સરહદ પર પાંચ ડીસેમ્બર ૧૯૭૧માં ભારત અને
પાકિસ્તાન નું યુદ્ધ થયેલ તેયુદ્ધ સ્થળ પર જઈ આપણાં ભારતના વિર શહીદોને સલામી આપી શ્રદ્ધાંજલી અર્પી. તેમજ ત્યાં સ્થળ ઉપર લશ્કરના વિર જવાનો સાથે ચર્ચા કરતા જણાવ્યું હતું કે સરહદ ઉપર હકીક્ત તમારી દેશ માટે રાત દિવસની અવિરીત સેવાથી ભારતીય વાસી શાંતિથી રહી શકે છે.તેમજ ભારતના પૂર્વ વડા પ્રધાને જે નારો આપેલ જ્ય જવાન.-જ્ય કિશાન તે સાર્થક છે
કારણકે કિશાન જગતનો તાત છે તે પણ વિશ્વની તમામ જનતા માટે રાત દિવસ ફસલનું રક્ષણ કરી અન્ન પકવતો રહેલ છે, આજે આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ નિમીતે ભારતીય કિસાન સંઘ બાબરા તાલુકા પ્રમુખ ભાનુભાઈ પાનશેરીયાએ લૌન્ગેવાળા ઇ.સ.૧૯૭૧ના યુદ્ધ સ્થળ પર જ્ય જવાન અને જ્ય કિશાન ના નારા બોલી, ભારતમાતાકી જ્ય બોલાવી હતી અને વંદન કર્યા.
રિપોર્ટ by ગોવાભાઈ આહીર પાટણ
