May 13, 2025 12:33 pm

અમરેલી સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી દ્વારા અમરેલી જીલ્લામાથી હદ્દપાર કરેલ ઇસમને હદ્દપારીનો ભંગ કરતા પકડી કાયદેસરની કાર્યવાહિ કરતી અમરેલી સીટી પોલીસ ટીમ

મે.ભાવનગર રેન્જ આઈ.જી.પી.શ્રી ગૌતમ પરમાર , ભાવનગર રેન્જ, ભાવનગર નાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતી નિયંત્રણમાં રહે તેમજ અસુરક્ષીતતા ઉભી કરતા માથાભારે વ્યક્તિઓ તથા ગેરકાયદેસર પ્રવૃતી આચરનારા અગાઉ ગુન્હામાં સંડૉવાયેલ હોય તેવા ઇસમો વિરૂધ્ધ તડીયારની કાર્યવાહિ કરેલ હોય જે તડીપાર કરેલ ઇસમો પરત હદ્દપારીનિ ભંગ ના કરે તે તેમજ તેવા લોકો વિરુધ્ધ યોગ્ય કાર્યવાહિ કરવા સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત નાઓએ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા સુદ્દઢ બને તે માટે કાર્યવાહિ કરવા માટે ચુસના આપેલ હોય,જે અનુસંધાને અમરેલી ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષકશ્રી ચિરાગ દેસાઇ નાઓ દ્વારા જરૂરી સુચનાઓ તથા માર્ગદર્શન આપેલ હોય.

જે અન્વયે અમરેલી સીટી પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી કે.એલ.ખટાણા ની રાહબરી હેઠળ આ કામે જરૂરી સુચના તથા હદ્દપારીભંગ કરનાર ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહિ કરવા જરૂરી સુચના આપેલ જે અન્વયે નાગનાથબીટ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એક ઇસમ જેની સબ ડિવીઝનલ મેજી.સા.શ્રી ના હુકમ આધારે તા:૧૯/૧૦/૨૦૨૪ થી તા.૧૮/૦૪/૨૦૨૫ (છ માસ) સુધી અમરેલી જીલ્લામાથી હદપાર કરેલ હોવા છતા મજકુર ઇસમ કોઇ પણ જાતની લેખિત મંજુરી સિવાય અમરેલી જિલ્લામાં પ્રવેશ કરી હદપારીનો ભંગ કરેલ હોય તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહિ કરતી અમરેલી સીટી પોલીસ ટીમ

હદ્દપારીનો ભંગ કરનાર ઇસમ:- નદીમભાઇ ગફારભાઇ બેલીમ ઉ.વ.૩૬ ધંધો.મજુરી રહે, અમરેલી, જૈન દેરાસર પાસે,ખત્રીવાડ તા.જી.અમરેલી

આ કામગીરી અમરેલી સીટી પો.ઇન્સ.શ્રી કે.એલ.ખટાણા તથા નાગનાથ બીટ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें