મે.ભાવનગર રેન્જ આઈ.જી.પી.શ્રી ગૌતમ પરમાર ભાવનગર રેન્જ, ભાવનગર નાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાંથી લોકોની કિમતી/મીસીંગ મીલકત શોધી કાઢી મુળ માલીકની ખરાઇ કરી લોકોને કિમતી/મીસીંગ મીલ્કત પરત આપવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે આપેલ હોય કાર્યવહિ કરવા સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત નાઓએ તથા અમરેલી ડીવીઝનના ઇંચા.નાયબ પોલીસ અધિક્ષકશ્રી જયવીર ગઢવી નાઓ દ્વારા જરૂરી સુચના તથા માર્ગદર્શન આપવામાં આપેલ હોય.
જે અન્વયે અમરેલી સીટી પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી કે.એલ.ખટાણાની રાહબરી હેઠળ આ કામે અરજદારશ્રી નરેન્દ્રભાઈ ઘુધાભાઈ ગોહેલ રહે,૫૬/એ, વારાહી સોસાયટી,૧૫૦ ફુટ રીંગ રોડ, ઘોઘા રોડ,ભાવનગર તા.જી.ભાવનગર વાળા અમરેલી સીટી પોલીસ સ્ટેશન ખાતે અરજી આપેલ હોય જેમા તેમનો સેમસંગ કંપનીનો ગેલેક્સી M-34 મોબાઇલ ફોન નાગનાથ સર્કલ, એસ.બી.આઇ. બેંક પાસે રોડ ઉપર ક્યાક પડી ગયેલ છે. જે વિ.મતલબેની અરજી આવતા જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર કે.એલ.ખટાણા મોબાઇલ ફોનની શોધખોળ કરવા નાગનાથ બીટના સ્ટાફને સુચના આપતા નાગનાથ બીટ વિસ્તારના સ્ટાફ દ્વારા અલગ- અલગ જગ્યાએ તપાસ કરતા તથા કમાંડ કંટ્રોલરૂમ નેત્રમની મદદથી તપાસ કરતા સદર મોબાઇલ અરજદારના ખિચ્ચામાથી પડીને રોડ ઉપર પડી ગયેલ હોય જે મોબાઇલ એક ઇસમને મળતા તેને શોધી તેની પાસે ખરાઇ કરાવતા સદર મોબાઇલ એસ.બી.આઇ. બેન્ક પાસેથી મળેલ હોવાનુ જણાવતો હોય જેથી મુળ માલીકને બોલાવી મોબાઇલની ખરાઇ કરી મોબાઇલ ફોન મુળ માલીકને સોપી આપી પ્રસશંનીય કામગીરી કરેલ છે.
આ કામગીરી અમરેલી સીટી પો.ઇન્સ.શ્રી કે.એલ.ખટાણા તથા નાગનાથ બીટ સ્ટાફ તથા કમાન્ડ કંટ્રોલ નેત્રમ અમરેલીના સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર
