આજ રોજ તારીખ 30-1202024 ના રોજ મામાજી ગાર્ડન રેસ્ટોરન્ટ ના હોલ માં વર્ષોથી બનાસકાંઠા જિલ્લા ની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વર્ગ 4 માં પટાવાળા તરીકે ફરજ બજાવતા 15 કર્મચારીઓને જુનિયર ક્લાર્ક માં બઢતી મળતાં આ અંગે ના આદેશ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી કચેરી અને પાલનપુર ના ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર ના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા.સાથે સાથે એક તુલસીનો નો છોડ અને પુસ્તક દરેક ને ભેટ તરીકે આપવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનો સ્ટાફ અને બનાસકાંઠા જિલ્લા સંધ ના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું આયોજન વહીવટી સંધ બનાસકાંઠા ના પ્રમુખ આનંદભાઈ ત્રિવેદી એ કર્યું હતું
રિપોર્ટર રાવળ અસ્મિતાબેન પાલનપુર બનાસકાંઠા
