આજ 03-01-25 શુક્રવારના રોજ અમરેલીની મજબૂરીમાં ટાઈપીંગની નોકરી કરતી કુંવારી દીકરી પર ખોટો કેસ ઉભો કરી,ગુનો દાખલ કરી રાત્રે 12 કલાકે ધરપકડ કરી શહેરમાં જાહેર સરઘસ કાઢી બદનામ
કરવામાં આવી હતી તો આ દીકરીના ન્યાય માટે આજે SPG રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલના રાહબળ હેઠળ શ્રી સરદાર પટેલ સેવાદળ-SPG ઊંઝા દ્વારા
તાલુકા મામલતદારશ્રી ને બનાસકાંઠા SPG દ્વારા કલેકટરશ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું અને વહેલી તકે દીકરીને ન્યાય મળે તેની માંગણી કરવામાં
આવી…આ કાર્યક્રમમાં SPG ના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે જાગૃત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo – 987 986 1970
