ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબાઈ ફૂલે જન્મ : ૩ જાન્યુઆરી, ૧૮૩૧ મહારાષ્ટ્ર મૃત્યુ : ૧૦ માર્ચ ૧૮૯૭, મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમા જન્મેલ સાવિત્રીબાઈ ફૂલેના લગ્ન ક્રાંતિકારી મહાન સમાજ સેવિકા જ્યોતિબા ફૂલે સાથે થયા હતા. તેઓ ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા, સમાજ સુધારક અને મરાઠી કવિયત્રી હતા. તેઓએ પોતાના પતિ જ્યોતિબા ફૂલે સાથે મળીને સ્ત્રી અધિકરો અને શિક્ષણ માટે આજીવન સંઘર્ષ કરી પ્રસંશનીય કાર્ય કર્યું હતું.

તેઓને આધુનિક મરાઠી કાવ્યના અગ્રદૂત માનવામાં આવે છે. ૧૮પ૨ માં તેઓએ કન્યાઓ માટે એક શાળાની સ્થાપના કરી હતી. જ્યાં તેઓ પોતે જ અધ્યાપિકા તરીકે કાર્ય કરી ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા બન્યા હતા. સાવિત્રિબાઇ ફૂલેના શિક્ષિકા તરીકેના કાર્યને તે સમયની સમાજ વ્યવસ્થાએ મોટો પડકાર ફેંક્યો હતો પરંતુ દ્રઢ ઇચ્છાશક્તિ ધરાવતા સાવિત્રિબાઈએ તેમનો નીડરતાપૂર્વક સામનો કર્યો હતો. હાલમાં તેમની ૧૮૬ મી. જન્મજયંતી ૩ જાન્યુ. ૨૦૧૭ ના રોજ ગુગલે તેમને માટે ગૂગલ ડુડલ પ્રસિધ્ધ કરી શ્રદ્ધાંજલિ આપી હતી…

ડૉ. બી. આર. આંબેડકર યુવક મંડળ – આદિત્યાણા

રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें