પાટણ પોલીસ અધિક્ષક શ્રી વી.કે. નાયી સાહેબ પાટણનાઓએ જીલ્લામાં કલેકટરશ્રી નાઓ દ્રારા જીલ્લામાં આગામી તા .૧૪ / ૦૧ / ૨૦૨૫ ના રોજ મકરસંક્રાતિ તહેવાર અનુસંધાને ચાઇનીઝ દોરા / માંજાઓની પ્લાસ્ટીકની દોરીની વપરાશથી માનવ જીવન તથા પક્ષી તથા પર્યાવરણ માટે ખતરારૂપ હોઇ જે ચાઇનીઝ દોરીની અમુકવાર માણસો તથા પક્ષીઓને પ્રાણઘાતક ઇજાઓ થાય છે.જેથી પ્લાસ્ટિક કે સીન્થેટીક મટીરીયલ દોરીની આયાત ખરીદ વેચાણ , હેરાફેરી , ખરીવેચાણ અને વપરાશ ઉપર સંપુર્ણ પ્રતિબંધ મુકવા સારૂ મે જીલ્લા મેજી.સા શ્રી પાટણ નાઓએ જાહેરનામું બહાર પાડેલ હોઇ જે જાહેરનામાનો કડક અમલ કરવા સારૂ સુચના કરેલ હોઇ જે આધારે પો.ઇન્સ.શ્રી જે.જી.સોલંકી એસ.ઓ.જી.પાટણનાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પાટણ ટીમના માણસો ચાણસ્મા પો.સ્ટે . વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ટાકોદી ગામ પીકપ સ્ટેન્ડ નજીક આવતા બાતમી હકીકત મળેલ કે ટાકોદી થી ગાંભુ ગામ જવાના કાચા નેળિયામાં ગાંભુ ગામથી ટાકોદી તરફ એક ઇસમ પ્લાસ્ટિક કે સીન્થેટીક મટીરીયલ્સથી બનેલ ચાઇનીઝ દોરા તથા ટોનીક મટીરીયલ્સ
( ઝેરી દોરા ) લઇ વેચાણ સારૂ આવતો હોય જેને બદને મરૂન કલરનું લાઇનીંગ વિગતઃ
શર્ટ તથા કમરે આસમાની બ્લ્યુ કલરનું જીન્સનું પેન્ટ પહેરેલ છે.જે બાતમી આધારે તપાસમાં રહેતા યાસીનભાઇ રસુલભાઇ કરીમભાઇ જાતે સોલંકી ઉ.વ .૨૭ રહે- ટાકોદી તા.ચાણસ્મા જી.પાટણવાળા નામનો ઇસમ મળી આવેલ જેની તપાસ કરતાં તેની થેલીમાંથી એક ફીરકી કાઢી જોતાં જેના ઉપર અંગ્રેજીમાં MONO FIL GOLD લખેલ પતંગ ચગાવવાની ફીરકીઓ હોઇ જે ફીરકીઓ લઇ જોતાં જે નાયલોન ( ચાઇનીઝ ) દોરા ની બનેલ હોઇ જે અલગ અલગ કલરની નાયલોન ( ચાઇનીઝ ) દોરાની ફીરકીઓ નંગ -૨૧ મળી આવેલ જે એક ચાઇનીઝ દોરીની ફીરકી આશરે ૧૦૦૦ વારની હોઇ જે એક નાયલોન ( ચાઇનીઝ ) દોરાની ફીરકી નંગ -૧ ની કી રૂા .૪૦૦ / – લેખેકુલ -૨૧ ફીરકીની કુલ કિ.રૂા .૮,૪૦૦ / – ના કુલ મુદામાલ સાથે એક ઇસમ ચાઇનીઝ દોરીની વેચાણ દરમ્યાન સદરી ઇસમે મે . જીલ્લા મેજી.સા શ્રી પાટણના જાહેરનામાં ભંગ કરેલ હોઇ જેથી સરી ઇસમ વિરૂધ્ધ શંખેશ્વર પો.સ્ટે ખાતે બી.એન.એસ. કલમ ૨૨૩ મુજબ ગુનો રજી કરી આગળની ઘટીત કાર્યવાહી કરવા સારૂ ચાણસ્મા પો.સ્ટે સુપ્રત કરવામાં આવેલ છે .
કબ્જે કરેલ મુદ્દામાલઃ-
( ૧ ) પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની ફીરકી નંગ -૨૧ ની કુલ કિ.રૂ .૮,૪૦૦ / –
પકડાયેલ આરોપીની વિગતઃ-
( ૧ ) યાસીનભાઇ રસુલભાઇ કરીમભાઇ સોલંકીરહે – ટાકોદી તા.ચાણસ્મા જી.પાટણ
