ભાભર તાલુકાના બલોધણ ગામ પાસેથી પસાર થતી કેનાલ ઉપર બાતમી આધારે એક સ્વીફ્ટ કાર માંથી એસઓજી ટીમે નાકાબંધી કરી અફીણ નો જથ્થો પકડાયો છે.
જાણવા મળતી વિગત મુજબ ભાભર તાલુકા વિસ્તારમાં એસ ઓ જી ટીમ પેટ્રોલિંગ માં હતી ત્યારે ખાનગી બાતમી આધારે ભાભર તાલુકાના બલોધણ
ગામ પાસેથી પસાર થતી કેનાલ ઉપર વોચ ગોઠવી હતી તે દરમિયાન એક સ્વીફ્ટ કાર ને રોકી તલાસી લેતાં ગાડી માંથી અફીણ નો જથ્થો ૧૩૯૬ ગ્રામ મળી આવ્યો હતો. પોલીસે અફીણ નો જથ્થો કિંમત રૂ ૧૯૬૬૦૦/ નો જથ્થો અને સ્વીફ્ટ કાર કબજે કરી કાર ચાલક આરોપી ગંગારામ સદારામ વિશ્વનોઈ રહે સરતાઉ સાંચોર રાજસ્થાન વાળા સામે ભાભર પોલીસ મથકે એસ ઓછી પીએસઆઇ એ.જી. રબારી ની ફરીયાદ હકીકત આધારે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સુનિલભાઈ ગોકલાણી ભાભર બનાસકાંઠા
