July 11, 2025 11:15 am

સમી તાલુકાના જાખેલ ગામમાં ડીગ્રી વગર પેક્ટિસ કરતો ઝોલાછાપ ડોક્ટર ઝડપાયો..

લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો વધુ એક નકલી તબીબ ઝડપાયો, ઘરમાં નકલી તબીબ ચલાવતો હતો દવાખાનું..

દવાઓ, ઈન્જેકશન સહિતનો મુદ્દામાલ ઝડપાયો, SOGએ રેડ કરી નકલી તબીબને ઝડપી કાર્યવાહી હાથ ધરી

પાટણ એસઓજી પોલીસ બાતમીના આધારે જાખેલ ગામે રામપુરાથી લાલપુર જતા રોડ ઉપર મકાન ભાડે રાખી કોઈ પણ જાતની ડોકટરની ડીગ્રી વગર બીમાર લોકોને તપાસી દવા તથા ઈન્જેક્શન આપી આરોગ્ય સાથે ચેડાં કરતો ‘નકલી (બોગસ) ડોકટર’ને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પાટણ એસ પીની સૂચનાના પગલે પાટણનાઓ તરફથી પાટણ જિલ્લામાં સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરતા ‘નકલી (બોગસ)ડોકટર’ પર કાયદાકીય રીતે કડક હાથે કામ લેવાની આપેલ સુચના તથા એસ.ઓ.જી.પો.ઈન્સ.જે.જી.સોલંકી નાઓના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી પાટણના પોલીસ કર્મચારીઓ સમી પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન જાખેલ ગામના બસ સ્ટેશન પાસે આવતા બાતમી હકીકત મળેલ કે ઇદ્રશીભાઈ લાલમહમદભાઇ સીપાઇ રહે.દુદખા તા.સમીવાળો જાખેલ ગામે રામપુરાથી | લાલપુર જતા રોડ ઉપર આહિર | ગોવાભાઈ હાજાભાઈ રહે.જાખેલ તા.સમી વાળાનુ મકાન ભાડે રાખી કોઈ પણ જાતની ડોકટરની ડીગ્રી મેળવ્યાં સિવાય અને લાયસન્સ ધરાવતા નહીં હોવા છતાં દવાખાનુ ચલાવે છે અને બીમાર લોકોને તપાસી દવા તથા ઈન્જેક્શન આપી બીમાર લોકોના સ્વાસ્થય સાથે બેદરકારી ભર્યુ કૃત્ય કરી તેમના પર ગે.કા. મેડીકલ પ્રેક્ટ્રેિસ કરી દવા તથા સાધનો દ્વારા બિમાર વ્યક્તિઓને પોતે ડોક્ટર નહિ હોવા છતાંયે તપાસી છેતરપીંડી કરી ઈન્જેકશનો, દવાઓ, મેડીકલ સાધનો મળી કુલ કિ.રૂ. ૯૪૩૭.૮૬ નો મુદ્દામાલસાથે ધરપકડ કરી બી.એન.એસ- ૨૦૨૩ની કલમ-૩૧૯ તથા મેડીકલ પ્રેટ્રીસનર એક્ટ કલમ ૩૦ મુજબનો ગુનો નોંધી સમી પોલીસ વધુ તાપસ હાથ ધરી છે.

Leave a Comment

और पढ़ें

Patan : પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશનના વિસ્તારના અઘાર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી બોટલ ટીન/નંગ ૧૦૩૬ કિ.રૂ.૨,૫૫,૧૪૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી. પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan : પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશનના વિસ્તારના અઘાર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી બોટલ ટીન/નંગ ૧૦૩૬ કિ.રૂ.૨,૫૫,૧૪૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી. પાટણ