સરકારશ્રીના માર્ગ અને મકાન વિભાગ માથી 15 કરોડ ની ગ્રાન્ટ મંજુર કરાવી હાઈ લેવલ નો બ્રીજ તૈયાર થાસે હીન્દુ અને મુસ્લિમ સમાજ ના ધાર્મિક સ્થળો જવામાં સરળતા રહેશે… ધારાસભ્ય જનકભાઈ તળાવિયા
લાઠી બાબરા ના ઘારાસભ્ય જનકભાઈ તળાવિયા એ લાઠી ની જનતા ની સમસ્યાઓ દુર કરવા કટીબદ્ધ લાઠી શહેર ને જોડતો ગાગડીયા નદી પર નો પુલ મંજુર કરાવતા લાઠીની જનતા મા ખુશી નો માહોલ
લાઠી શહેર મા આવેલ ગાંગડીયા નદી પરનો બેઠેલો પુલ ગાગડીયા નદી મા ભારે પુર આવવાથી તુટી જતા લાઠી ની જનતા ને ભારે મુશ્કેલી નો સામનો વેઠવાનો વારો આવ્યો હતો પણ લાઠી બાબરા ની જનતા ની નાના મા નાની સમસ્યા દૂર કરવા સતત પ્રયત્નશીલ એવા ઘારાસભ્ય જનકભાઈ તળાવિયા એ 15 કરોડ જેવી રકમ સરકારમાંથી મંજુર કરાવી લાઠી શહેર ની જનતા ઘણા વર્ષોની સમસ્યા દુર કરતા શહેરની જનતા ઘારાસભ્ય જનકભાઈ તળાવિયા નો આભાર વ્યક્ત કર્યો હતો
લાઠી થી અમરેલી રોડ પર જવાનો સોટકટ રોડ અને હીન્દુ અને મુસ્લિમ સમાજ ના ધાર્મિક સ્થળો પર જવાનો સોટકટ રસ્તો જે ગાંગડીયા નદી પરનો બ્રીજ જે ભારે વરસાદ ને કારણે ગાંગડીયા નંદી મા ભારે પુર આવવાથી આ બ્રીજ ઘોવાઇ ગયો હતો છેલ્લા વર્ષો થી આ પુલ ઘોવાઇ જતા આ સોટકટ રસ્તા પરનો બ્રીજ ઘોવાઇ જવાથી બંઘ હતો જેથી લાઠીની જનતા પારાવાર મુશ્કેલી નો સામનો વેઠવાનો વારો આવ્યો હતો પણ હરહંમેશા લોકો ની ચીંતા કરનાર ઘારાસભ્ય જનકભાઈ તળાવિયા લોકો ની મુશ્કેલી ને ઘ્યાને લઇને માર્ગ અને મકાન વિભાગ માથી હાઇ લેવલ નો બ્રીજ જે 15 કરોડ ના ખર્ચ મંજુર કરાવતા લાઠી શહેરની જનતા મા ખુશી નો માહોલ જોવા મળ્યો હતો
રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર
