બાબરા તાલુકાના ઘુઘરાળા ગામને મળ્યું નવું આરોગ્ય સબ સેન્ટર: ગ્રામજનોમાં આનંદ લાઠી બાબરા ના ઘારાસભ્ય જનકભાઈ તળાવિયા ની મહેનત રંગ લાવી

બાબરા તાલુકાના ઘુઘરાળા ગામમાં આરોગ્ય સબ સેન્ટરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ નવા આરોગ્ય કેન્દ્રની સ્થાપના માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજિત 45 લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે…. લાઠી બાબરા ના ધારાસભ્ય જનકભાઈ તળાવિયા 

આ પ્રસંગે, ઘારાસભ્ય જનકભાઈ તળાવીયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપ મહામંત્રી ભુપેન્દ્રભાઈ બસિયા, આરોગ્ય સમિતિના ચેરમેન અશ્વિનભાઈ કુંજડિયા, કોટડાપીઠા જીલ્લા પંચાયત સીટના સદસ્ય પ્રભાતભાઈ કોઠીવાળ, દેવળીયા મોટા જીલ્લા પંચાયત સીટના સદસ્ય

હિંમતભાઈ દેત્રોજા, તાલુકા ભાજપ મહામંત્રી રાજુભાઈ વીરોજા, તાલુકા પંચાયત પ્રમુખ બાબુભાઈ રામાણી, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખો મહેશભાઈ ભાયાણી અને ભરતભાઈ બુટાણી, સામાજીક ન્યાય સમિતિ ચેરમેન મોહનભાઈ ખુમાણ સહિત ગ્રામ પંચાયતના સરપંચ, સદસ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા

આ નવા આરોગ્ય કેન્દ્રથી ઘુઘરાળા ગામના લોકોને આરોગ્ય સેવાઓ મેળવવા માટે દૂર દૂર સુધી જવું પડશે નહીં. ગામના લોકોને નજીકમાં જ સારવાર મળશે અને તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં આવશે.

આરોગ્ય કેન્દ્રના ખાતમુહૂર્ત પ્રસંગે ઘારાસભ્ય જનકભાઈ તળાવીયાએ ગ્રામજનોને અભિનંદન પાઠવ્યા હતા અને આ નવું આરોગ્ય સબ સેન્ટર ગામના વિકાસમાં મહત્વનો ફાળો આપશે તેવી આશા વ્યક્ત કરી હતી.

બાબરા તાલુકાના ઘુઘરાળા ગામમાં નવા આરોગ્ય સબ સેન્ટરનું ખાતમુહૂર્ત આરોગ્ય કેન્દ્ર માટે 45 લાખ રૂપિયાની જોગવાઈગ્રામજનોને સરળતાથી આરોગ્ય સેવાઓ મળશે ગ્રામજનોમાં આનંદની લાગણી

રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें