ઉત્તરાયણ એટલે પતંગ – દોરી ચગાવવા અને ઉંધીયું – જલેબી – ફાફડા ખાવાનો તહેવાર.
પણ કેટલાક જાગૃત નાગરિકો દરેક તહેવારને સેવામા ફેરવી દે છે.
આવી જ એક ટીમ એટલે વાડીપરા મિત્ર મંડળ, ઊંઝા.
ઉત્તરાયણમાં પતંગ દોરીના ખોટા ખર્ચ કરી સમય અને શક્તિનો બગાડ કરવાની જગ્યાએ આ પવિત્ર દિવસે તેમણે મહેનત કરી ઝોળી સેવા કરી 5,05,000 જેટલી મોટી રકમ એકઠી કરી જ્યાં 1400 થી વધુ અશક્ત – કમજોર – દુઃખી ગાયોની 24 ક્લાક નિસ્વાર્થ સેવા થાય છે તે હરી ઓમ ગૌ શાળા, અનાવાડા, પાટણ ખાતે અર્પણ કરી. વાડીપરા મિત્ર મંડળ છેલ્લા 12 વર્ષથી ઓક્સિજન સેન્ટર, દાંતા જેવા પછાત વિસ્તારમાં ફૂડ પેકેટ વિતરણ, લીલું – સૂકું ઘાસચારો ઉઘરાવી, કપાવી અનેક ગૌ શાળા અને પાંજરાપોળમાં પહોંચતું કરવું જેવી અનેક પ્રકારની ઉપયોગી સેવાઓ કરી રહ્યું છે.
આ તમામ સેવકોએ ઊંઝાનું ગૌરવ વધાર્યું છે.
પાંજરાપોળ કે ગૌ સેવા સંચાલકો અનેક પ્રકારના નાણાકીય સંકટો વચ્ચે ગાયોની સેવા કરતા હોય છે.
હરી ઓમ ગૌ શાળાના સંચાલકોએ તેમણે મળેલા દાન ભેટ માટે ખુબ ભાવથી આ તમામ સેવકો અને દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo – 987 986 1970
