May 13, 2025 12:12 pm

મૂંગા અને અબોલ પશુઓના વ્હારે આવ્યું ફરતું પશુ દવાખાનુ

અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના કાગદડી ગામ માં દસ ગામ દીઠ ફરતાં પશુ દવાખાના દ્વારા વિપુલ ભાઈ ની ગાય ને શિંગ મા કંબોઇ હોવાથી ખુબજ પીડાતી ગાય ને ઓપરેશન અને સારવાર આપી પીડામુક્ત કરી જીવ બચાવવામાં આવ્યો.

પશુપાલક વિપુલ ભાઈ ની ગાયને શીંગ નીચે નમતુ હોવા થી વિપુલ ભાઈએ અમારી ટીમ ને જણાવેલ, જેથી તારીખ 16-01-2025 ના રોજ દસ ગામ દીઠ ફરતુ પશુ દવાખાના હામાપુર ના કર્મચારી ડૉ.હિમાંશુ રાંક અને પાયલોટ નરેશભાઈ ચૌહાણ દ્વારા કંબોઈ નું ઓપરેશન કરી વિપુલભાઇ ની ગાય ને પીડા મૂકત કરી હતી .આમ, અમરેલી જિલ્લાની હામાંપુર એનિમલ એમ્બ્યુલન્સ ના કર્મચારીઓ દ્વારા સફળતાપૂર્વક અબોલ પશુનો જીવ બચાવવામાં આવ્યો હતો . અમરેલી જિલ્લા પ્રોગ્રામ મેનેજર Dr. Gururaj સાહેબ અને પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર સુનીલ લીંબાણી એ હામાપૂર ટીમ ની સરાહના કરી હતી. આજે ગૂજરાત મા સેવા ખૂબ બહોળા પ્રમાણ મા પશુ પક્ષી ઓ ને સેવા પૂરી પાડી રહી છે. વિપુલભાઈ એ સેવા અને ડોકટર શ્રી નો આભાર વ્યક્ત કર્યો હતો.

રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें