June 22, 2025 8:03 pm

વાયદા નહીં, વિકાસની ગાથા: લાઠીના ધારાસભ્ય જનકભાઈ તળાવિયા

લાઠીમાં અંદાજિત 55 કરોડના ખર્ચે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ તેમજ લાઠી નગરપાલિકાના વિવિધ વિકાસના કામોનું અંદાજિત 1 કરોડ 37 લાખના ખર્ચે ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ

ગુજરાત સરકારના નાયબ દંડક શ્રી કેોશીકભાઇ વેકરીયા સાંસદશ્રી ભરતભાઈ સુતરીયા ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવીયા ના વરદ હસ્તે કરાયું ખાતમુહૂર્ત

લાઠી બાબરા વિધાનસભાના ધારાસભ્ય જનકભાઈ તળાવિયાએ આજે લાઠીમાં કરોડો રૂપિયાના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું. આ પ્રસંગે ગુજરાત સરકારના નાયબ દંડક કૌશિક વેકરીયા અને સાંસદ ભરતભાઈ સુતરીયા પણ ઉપસ્થિત રહ્યા હતા

મુખ્ય આકર્ષણ:

સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ: અંદાજિત 55 કરોડના ખર્ચે નિર્માણ પામનારી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ લાઠીનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું

નગરપાલિકાના વિકાસ કામો:

અંદાજિત 1 કરોડ 37 લાખના ખર્ચે નગરપાલિકાના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું. જેમાં 50 લાખના ખર્ચે આઇકોનિક રોડનું લોકાર્પણ, 10 લાખના ખર્ચે દરબારી ચોકમાં લાઈબ્રેરીનું લોકાર્પણ, 6 લાખના ખર્ચે મંગળપરા પંપ રૂમનું લોકાર્પણ, 15 લાખના ખર્ચે નગરપાલિકા રેકડ રૂમનું ખાતમુહૂર્ત અને 56 લાખના ખર્ચે ભૂગર્ભ ગટરનું ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે.

અન્ય ઉપસ્થિત:

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સદસ્યો, જિલ્લા આરોગ્ય સમિતિના પૂૂૂર્વ ચેરમેન, જિલ્લા ભાજપના મહામંત્રિઓ, તાલુકા પંચાયતના પ્રમુખ, લાઠી શહેર ભાજપ પ્રમુખ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ, જિલ્લા ભાજપના મંત્રી, ચીફ ઓફિસર નગરપાલિકા, તાલુકા પંચાયતના ચેરમેન, હોસ્પિટલ લાઠીના ડો. સિન્હા, લાઠી શહેરના પૂર્વ પ્રમુખ, નગરપાલીકાના પૂર્વ પ્રમુખ, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ સહિત નગરપાલિકાના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો, સંગઠનના કાર્યકર્તાઓ અને ગામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

જનકભાઈ તળાવિયાની પ્રતિબદ્ધતા:

ધારાસભ્ય જનકભાઈ તળાવિયાએ લાઠીના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે અને તેમણે આજે કરોડો રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ કરીને પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. તેમનું આ કાર્ય લાઠીના લોકો માટે વરદાન સાબિત થશે.

રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें