ગુજરાત સાયન્સ સિટી, અમદાવાદ ખાતે દેશની સૌથી મોટી રોબોટિક્સ સ્પર્ધા રોબોફેસ્ટ ગુજરાત 4.0ની ગ્રાન્ડ ફિનાલેની કલોઝિંગ સેરેમની યોજાઈ…
તમામ 7 કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવનાર ટીમને ₹10 લાખ, બીજી ટીમને ₹7.5 લાખ અને ત્રીજી ટીમને ₹5 લાખના ઈનામ એનાયત…
ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને GUJCOST દ્વારા આયોજિત રોબોફેસ્ટમાં STEM (સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ, મેથ્સ)ના વિદ્યાર્થીઓએ રોબોટિક્સ ક્ષેત્રે અવનવા આઈડિયા અને ઈનોવેશન પ્રદર્શિત કર્યા…
