July 11, 2025 11:41 am

અમરેલી જિલ્લામાં લાઠી તાલુકાનો તાલુકા કક્ષાનો 26 મી જાન્યુઆરી-2025 નો કાર્યક્રમ હિરાણા મુકામે તાલુકાના માનનીય મામલતદારશ્રી એમ. સી. રાજ્યગુરુ ના અધ્યક્ષ સ્થાને શાનદાર ભવ્ય અને દબદબાભેર રીતે સંપન્ન થયો.

આ કાર્યક્રમમાં માનનીય સાંસદશ્રી ભરતભાઈ સુતરીયા , માનનીય લાઠી -બાબરા ના ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવિયા , માનનીયશ્રી રાકેશભાઈ સોરઠીયા સાહેબ,માનનીય તાલુકા વિકાસ અધિકારી સાહેબ, PI .આર.વાય.રાવલ PSI. એસ. જે. બરવાળીયા , તાલુકા પ્રા. શિક્ષણાધિકારી સાહેબ, ફોરેસ્ટ અધિકારી, ચાવંડ ના મેડિકલ ઓફિસર ડૉ. મુકેશસિંહ, બી. આર. સી તાલુકાના પ્રતિભાવંત શિક્ષકો, ગામના તમામ દાતાશ્રીઓ,ગામના તમામ આગેવાનો,ગામના સરપંચશ્રી પ્રતાપભાઈ ડેર, પંચાયત બોડીના તમામ સભ્યોશ્રીઓ, તમામ પોલીસ સ્ટાફ,SMC કમિટીના તમામ સભ્યશ્રીઓ, શાળાના આચાર્યશ્રી શૈલેષભાઇ કે. પ્રજાપતિ તેમજ સમગ્ર સ્ટાફ પરિવાર,તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો ખૂબ જ ઉત્સાહ સાથે ઉપસ્થિત રહેલ હતા.

આ ઉજવણી માં શાળાના બાળકોએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમમાં સ્વાગત ગીત, સોશ્યલ મીડિયા આધારિત સુંદર નાટક, રાણી લક્ષ્મીબાઈ એકપાત્રિય અભિનય, દેશભક્તિ ગીત, સ્પીચ, તેમજ સુંદર રાસ રજુ કરવામાં આવેલ હતો.

આ કાર્યક્રમમાં લાઠી વહીવટી તંત્ર તરફથી ગામને 500000/-રૂપિયા નો ચેક તેમજ ગ્રામ પંચાયત અને શાળા ને સન્માનપત્ર અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવેલ. તેમજ શાળાના આચાર્યશ્રી શૈલેષભાઇ પ્રજાપતિનું પણ વહીવટી તંત્ર તરફથી વિશિષ્ટ સન્માનપત્ર આપી સન્માન કર્યું હતું.

છેલ્લે ગામના સરપંચશ્રી અને તેમની પંચાયત ટિમ દ્વારા તેમજ ગામના દરેક પરિવારના સભ્યોના હસ્તે તમામ દાતાશ્રીઓનું મોમેન્ટ અને ખેસ પહેરાવી સન્માન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી શૈલેષભાઇ પ્રજાપતિ તરફથી શાળાના વિકાસ માટે 100001/-જેવી માતબાર રકમ જાહેર કરેલ હતી.

આ કાર્યક્રમમાં મંચસ્થ તમામ મહેમાનો અને આગેવાનો તેમજ ગ્રામજનો દ્વારા સાંસ્કૃતિકમાં ભાગ લીધેલ બાળકોને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરેલ હતા.ત્યાર બાદ મુખ્ય મહેમાનો ના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવેલ હતું.

સમગ્ર કાર્યક્રની આભારવિધિ શાળાના આચાર્યશ્રી દ્વારા કરવામાં આવેલ હતી.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ તમામ વ્યક્તિઓને ગામના યુવા અને ઉત્સાહિત સરપંચશ્રી પ્રતાપભાઈ ડેર દ્વારા ચેવડો અને પેંડાનો નાસ્તો તેમજ કાર્યક્રમના અંતે સૌ મહેમાનો અને સમગ્ર ગ્રામજનો માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવેલ હતી.

રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર

Leave a Comment

और पढ़ें

Patan : પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશનના વિસ્તારના અઘાર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી બોટલ ટીન/નંગ ૧૦૩૬ કિ.રૂ.૨,૫૫,૧૪૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી. પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan : પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશનના વિસ્તારના અઘાર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી બોટલ ટીન/નંગ ૧૦૩૬ કિ.રૂ.૨,૫૫,૧૪૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી. પાટણ