સનનગર સિનિયર સિટીઝન મંડળ, સિદધપુર દ્વારા 76 માં પ્રજાસત્તાક પ્રર્વની ઉજવણી સનનગર સોસાયટીના કોમન પ્લોટ ખાતે ઉજવાયો. જેમાં ડૉ. જયંતિભાઈ એ. પટેલ, નિવૃત્ત નાયબ પશુપાલન નિયામકશ્રી વગૅ-૧ (બં.નં.૭૭)દ્ધારા દવજારોહણ સહિત કાયૅક્રમનું સંચાલન
કરવામાં આવ્યું, સનનગર પરિવારના નાના ભૂલકાઓ એ દેશભક્તિના ગીતો પર સુંદર કાયૅક્રમો રજૂ કરેલ.કાયૅક્રના અદયક્ષશ્રીએ રાષ્ટ્રયુકત સમાજરચના માટે મનનીય પ્રવચન આપેલ.સનનગર સિનિયર સિટીઝન મંડળ, સિદધપુરના હોદ્દેદારો સહિત કારોબારી સભ્યો અને મોટી સંખ્યામાં સનનગર પરિવારના સભ્યો સહિત બાળકો, બહેનો-માતાઓ ઉત્સાહભેર સહભાગી થયા હતાં. સમગ્ર કાયૅક્રમનુ એન્કરિગ શાળાના નિવૃત્ત આચાર્યશ્રી વિનુભાઈ રાવલે કરેલ.
શ્રી અરવિંદભાઈ આર. બુટાવાલા અને શ્રી નિશાંતભાઇ આર. પ્રજાપતિ તરફ થી હાજર દરેકને અનુકમે 20-20 બિસ્કીટ અને ચીકકી આપવામાં આવેલ હતી. શ્રી વસંતભાઈ બી. ધારાણીએ પ્રસંગોપાત પ્રવચન સ્ટેજ પરથી કરેલ.
🇮🇳🇮🇳ભારત માતા કી જય🇮🇳🇮🇳
