June 12, 2025 9:27 pm

કલેકટરશ્રી અરવિંદ વિજયનના અધ્યક્ષ સ્થાને જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી.એમ. પ્રજાપતિનો વિદાય સમારંભ યોજાયો

શ્રી બી.એમ પ્રજાપતિની અધિક ગ્રામ વિકાસ કમિશનર તરીકે ગાંધીનગર ખાતે બદલી થતાં ભાવભર્યું વિદાયમાન અપાયું

જિલ્લા કલેકટરશ્રી અરવિંદ વિજયનના અધ્યક્ષ સ્થાને આજરોજ જિલ્લા સેવા સદન પાટણ ખાતે જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી.એમ. પ્રજાપતિનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. જીલ્લા વિકાસ અધિકારી તરીકે પાટણમાં ફરજ બજાવી રહેલા શ્રી બી.એમ પ્રજાપતિની અધિક ગ્રામ વિકાસ કમિશનર તરીકે ગાંધીનગર ખાતે બદલી થઈ છે. આ પ્રસંગે અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ દ્વારા શ્રી બી.એમ. પ્રજાપતિને શ્રીફળ, સાકર આપી અને શાલ તેમજ મોમેન્ટો આપીને ભાવભર્યું વિદાયમાન આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી અરવિંદ વિજયને જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.એમ પ્રજાપતિની કાર્યશૈલી અને કામ પ્રત્યેની તેમની નિષ્ઠાને બિરદાવીને શુભકામનાઓ પાઠવી હતી. વધુમાં કલેકટરશ્રીએ જણાવ્યું કે તેમણે હંમેશાં સરકારી નીતિનિયમો અને ગાઈડલાઇનનું પાલન કરી કામ કર્યું છે. તેમનો સરળ સ્વભાવ અને કામ કરવાની શૈલીએ તેમને કર્મચારીઓમાં ખુબ આદરભર્યું સ્થાન અપાવ્યું છે. તેમજ વહીવટી નિર્ણયોમાં તેમનું માર્ગદર્શન પ્રેરણાદાયી રહ્યું છે. તેમની તંદુરસ્તીની કામના સાથે કલેકટરશ્રીએ તેમને નવી નિમણૂકના અભિનંદન આપ્યા હતા.

વિદાય લઈ રહેલા જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.એમ. પ્રજાપતિએ પોતાના પાટણ ખાતેના કાર્યકાળ દરમિયાન કલેકટરશ્રીનો ખુબ સહકાર મળ્યો એમ જણાવી કલેકટરશ્રીનો આભાર માન્યો હતો. તેમજ એક ટીમ તરીકે કામ કરવાનો સરસ અનુભવ રહ્યો એમ જણાવી તમામ અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. કંઇક બનવા કરતાં કંઇક કરવું જોઈએ એમ જણાવી તેમણે આપણે સૌ આજ દેશના નાગરિક છે, આપણા બંધુઓ માટે કામ કરવાનું છે એવી ઉમદા ભાવના સાથે કામ કરવા સૌને અપીલ કરી હતી.

આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી આર.પી જોશી સહિતના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ by ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Patan | પાટણ જિલ્લાના સિધ્ધપુર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા પંદર(૧૫) વર્ષથી નાસતા ફરતા આરોપીના મરણ ગયા બાબતે મરણ પ્રમાણપત્ર મેળવી નાસતા ફરતા આરોપીઓની યાદીમાંથી નામ કમી કરાવતી એલ.સી.બી.પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan | પાટણ જિલ્લાના સિધ્ધપુર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા પંદર(૧૫) વર્ષથી નાસતા ફરતા આરોપીના મરણ ગયા બાબતે મરણ પ્રમાણપત્ર મેળવી નાસતા ફરતા આરોપીઓની યાદીમાંથી નામ કમી કરાવતી એલ.સી.બી.પાટણ