July 11, 2025 11:33 am

પાટણ ખાતે બે દિવસીય યોગ શિબિરનો શુંભારંભ

પાટણ જિલ્લામાં બે દિવસીય યોગ શિબિરનો શુંભારંભ કરાવતા ગુજરાત રાજય યોગ બોર્ડના ચેરમેનશ્રી શીશપાલજી

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના પ્રયાસોથી સમગ્ર વિશ્વમાં તારીખ ૨૧મી જુનના દિવસને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે રમતગમત વિભાગ હેઠળ ગુજરાત રાજય યોગ બોર્ડની

રચના કરવામાં આવેલ છે. ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા તા.૦૭ અને ૦૮ ફેબ્રુઆરીના રોજ પાટણ ખાતે બે દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. જેને અનુલક્ષી આજે ગુજરાત રાજય યોગ બોર્ડના ચેરમેનશ્રી શીશપાલજીની અધ્યક્ષતામાં યોગ શિબિરનો શુંભારંભ કરવામાં આવ્યો હતો.

પાટણ જિલ્લામાં તા૦૮ મી ફેબ્રઆરીએ સવારના ૦૬-૦૦ થી ૦૮-૦૦ કલાક દરમિયાન ઉપવન મેદાન, ઉપવન બંગ્લોઝની બાજુમા, વાળીનાથ ચોક, પાટણ ખાતે ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા યોજવામાં આવશે. આજની યોગ શિબિરમાં યોગ સાધકોએ ભાગ

લીધો હતો. શિબિરનો હેતુ લોકોના માનસિક અને શારીરિક સ્વાસ્થયની સાથે સાથે આવનાર પેઢીમાં યોગ અંગેની જાગૃતતા આવે તેમજ દરેક નાગરીકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.

આ પ્રસંગે નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર.કે.મકવાણા, પાટણ પ્રાંત અધિકારીશ્રી હિરેન ચૌહાણ તેમજ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ શ્રી કે.સી.પોરીયા ઉપરાંત યોગ સાધકો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Comment

और पढ़ें

Patan : પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશનના વિસ્તારના અઘાર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી બોટલ ટીન/નંગ ૧૦૩૬ કિ.રૂ.૨,૫૫,૧૪૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી. પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan : પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશનના વિસ્તારના અઘાર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી બોટલ ટીન/નંગ ૧૦૩૬ કિ.રૂ.૨,૫૫,૧૪૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી. પાટણ