June 12, 2025 9:42 pm

રાધનપુર પાલિકાની ચૂંટણી જાહેર થતાં ઠંડીમાં ગરમીનો માહોલ…

રાધનપુર શહેરની અંદરનો વિકાસ કરવામાં પાલિકા સદંતર નિષ્ફળ નિવડી હોવાના દ્રશ્યો….

રાધનપુર નગરપાલિકાની ચૂંટણી જાહેર થતાં રાધનપુર શહેરમાં શિયાળાની ઠંડીમાં ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાધનપુર શહેરના શહેરીજનોએ રાધનપુર નગરપાલિકા દ્વારા કરવામાં આવેલા વિકાસનાં કામો અને બાકી રહેલા વિકાસ કામોની પરિસ્થિતિ વિશે આકરા પાણીએ..

અમારે અહીં રાધનપુર શહેરમાં તો રોડ, રસ્તા, ગટર અને સ્વચ્છતાનો અભાવ છે : જનતા જનાર્દન

પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં પ્રવેશ કરતા શહેરની રાધનપુરની અવદશા જોઈ શકાય છે. તંત્ર દ્વારા આડેધડ ગટરો ખોદી નાખતા રોડ રસ્તાઓ પર જાણે નદી નું પાણી વહેતુ હોય તેવા દ્રશ્યો…..

રાધનપુર જે.પી કુમાર શાળાના પાસેજ રોડ તુટેલ અને ગટર ખોદી દેતા માર્ગ પર પાણીના ખાબોચિયાં ભરેલા જોવા મળતા આ વિસ્તારમાં પાલિકા દ્વારા આ રોડ પર સ્વચ્છતા અને ગટર લાઈનો ઝડપી રીપેર કરવા આશા વ્યકત કરી..

રાધનપુરનાં ગાંધીચોક વિસ્તારમાંમાં જાણે ગંદા પાણીની નદીઓ વહેતી હોય તેવા દ્રષ્ય… રાધનપુરમાં પટણી ગેટ, બ્રાન્ચ શાળા, બાબી વાસ, ખોખરાણી મસ્જિદ, રાજગઢિ, થી ગુજરવાડા ના નાકા સુધી, ગટરોનું આડેધડ ખોદકામ કરતા જાહેર રોડ રસ્તા પર પાણી અને કચરાનું સામ્રાજ્ય.. લોકો બન્યા પરેશાન

વોર્ડ નં 7માં પાલિકા તંત્રનું આ વિસ્તારમાં ઓરમાયું વર્તન રહ્યું હોવાના આક્ષેપો:-

આ વિસ્તારમાં વર્ષોથી ગંદકી, ભૂગર્ભ ગટર ઉભરાવવાની પરિસ્થિતિ વચ્ચે ઉબડ ખાબડ માર્ગની સમસ્યા માથાના દુઃખાવા રૂપ બની છે. આ બાબતે અનેક રજુઆત પાલિકા તંત્ર ને કરવા છતાં પરિસ્થિતિ જૈસે થેની રહેવા પામી છે.

 

શહેરના વોર્ડ.નં.7 માં રહીશ હાર્દિક ગઢવીએ જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં નગરપાલિકા તંત્ર ક્યારેય ન આવતું હોવાનું જણાવી વિસ્તારમાં ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યાના રોડની સમસ્યા અને વિસ્તારમાં પાણી ભરાયેલ હોવાના કારણે લૌકોમાં રોગચાળો ફાટી નિકળવાની દહેશત ઉભી થઈ હોવાનું જણાવતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

રિપોર્ટ by ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Patan | પાટણ જિલ્લાના સિધ્ધપુર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા પંદર(૧૫) વર્ષથી નાસતા ફરતા આરોપીના મરણ ગયા બાબતે મરણ પ્રમાણપત્ર મેળવી નાસતા ફરતા આરોપીઓની યાદીમાંથી નામ કમી કરાવતી એલ.સી.બી.પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan | પાટણ જિલ્લાના સિધ્ધપુર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા પંદર(૧૫) વર્ષથી નાસતા ફરતા આરોપીના મરણ ગયા બાબતે મરણ પ્રમાણપત્ર મેળવી નાસતા ફરતા આરોપીઓની યાદીમાંથી નામ કમી કરાવતી એલ.સી.બી.પાટણ