પાટણ પોલીસ અધિક્ષક શ્રી વી.કે. નાયી સાહેબ પાટણ તથા.નાયબ પોલીસ અધિક્ષક સા શ્રી ડી.ડી.ચૌધરી રાધનપુરનાઓએ અસામાજીક પ્રવૃતિ કરતા ઇસમોને ડામવા સારુ પાસા / તડીપાર ની કાર્યવાહી કરવા સુચના કરેલ હોઈ જે સુચનાઓ આધારે તથા પોલીસ ઇંન્સપેકટર એન.એ.શાહ સાહેબ હારીજ પોલીસ સ્ટેશનાઓના સીધા માર્ગદર્શન હેઠળ અસામાજીક પ્રવુતિ કરતા ઇસમો પર તડીપાર તથા પાસા ની કાર્યવાહી કરેલ જે કાર્યવાહી આધારે મે સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ સમી કોર્ટ નાઓએ ક્રમાંક એમ.એ.જી / હદપાર / એસ.આર.નં -૦૨ / ૨૦૨૪ તા -૦૬ / ૦૨ / ૨૦૨૫ તથા એમ.એ.જી / હદપાર / એસ.આર.નં -૦૩ / ૨૦૨૪ તા -૦૬ / ૦૨ / ૨૦૨૫ આધારે ( ૧ ) વિજયભાઇ બચુભાઇ દેવાભાઇ રાવળ રહે – હારીજ કાતરીયાવાસ તા – હારીજ જી – પાટણ તથા ( ર ) પ્રકાશભાઇ બાબુભાઇ વાઘુભાઇ દેસાઈ રહે – ગોવના તા – હારીજ જી – પાટણવાળાઓને પાટણ , મહેસાણા , બનાસકાંઠા , કચ્છ અને સુરેન્દ્રનગર જીલ્લામાથીં છ મહીના માટે હદપાર કરવાનો હુકમ કરેલ હોઈ જે આધારે બંને ઇસમોને પકડી પાડી અમદાવાદ ખાતે તડીપાર કરી પ્રશંસનીય કામગીરી કરી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે .
તડીપાર કરેલ ઇસમોઃ-
( ૧ ) વિજયભાઇ બચુભાઇ રાવળ રહે – હારીજ કાતરીયાવાસ તા – હારીજ જી – પાટણ ( ૨ ) પ્રકાશભાઇ બાબુભાઇ વાઘુભાઇ દેસાઇ રહે – ગોવના તા – હારીજ જી – પાટણ
