ગાગોદર પોલીસે ઘટનાસ્થળે પંચનામું કર્યા
બાદ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી
સામખિયાળી રાધનપુર હાઇવે પર ગાગોદર નજીક હાલે સિક્સ લેનનું કામ ચાલુ છે તેમ છતાં બેફામ ગતિથી થતા વાહન વ્યવહારને કારણે અવાર નવાર નાના મોટા અકસ્માતોને કારણે ગાગોદર નજીકનો હાઇવે અકસ્માત ઝોન બન્યો છે , આજે પણ બપોરે ઓવર ટેકની લાહ્યમાં સર્જાયેલા ત્રિપલ અકસ્માતમાં આઇસર ચાલકનું મોત નિપજ્યું હોવાની જીવલેણ ઘટના બની હતી . લાકડીયા સીએચસીમાં નોંધાયેલી એમએલસીના આધારે મળેલી પ્રાથમિક વિગતો
મુજબ , અંજારના દુધઇ ખાતે રહેતો 21 વર્ષીય કુંભાર રમજુ મીઠુભાઇ પોતાની આઇસર ટ્રરક લઇને ચાંદ્રાણીથી પલાસવા જવા નિકળ્યો હતો . દોઢ વાગ્યાના અરસામાં તે ચિત્રોડ પાવરહાઉસ નજીક પહોંચ્યો ત્યારે આગળ જતા ટ્રેઇલરના ચાલકે તેની આગળ જતી ટ્રકને ઓવરટેક કરવાની લાહ્યમાં અથડાવી દેતાં ત્રણે વાહનો અથડાઇ ગયા હતા . આ ઘટનામાં આઇસર ચાલક કુંભાર રમજુ મીઠુભાઇને ગંભીર ઇજા
રીપોર્ટર રમેશભાઈ આહીર કચ્છ
