May 13, 2025 12:06 pm

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાટણ દ્વારા શંકાસ્પદ ઘી જથ્થો સીઝ કરાયો

પાટણ ખાતે આવેલ મોદી ભાવેશભાઈ જેસંગભાઈ નામના એફ.બી.ઓ.ની જગ્યા સાંકડી શેરી, ત્રણ દરવાજા, ઘી બજાર, પાટણ ખાતેથી શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો.

પાટણ નગરજનોને શુધ્ધ સાત્વીક અને ભેળસેળ મુક્ત ખોરાક મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર તથા પાટણ જિલ્લાની એસઓજી ટીમ દ્વારા ઉપરોક્ત નામના એફ.બી.ઓ. પાસેથી વિવિધ ઘીના ચાર નમૂનાઓ તથા ઓઇલના બે નમૂનાઓ લઈ કુલ 1059 કિલો ઘી ( જેની અંદાજિત કિંમત રૂપિયા 6,35,400/-) તથા 86 કિલો ઓઇલ (જેની અંદાજિત કિંમત રૂપિયા 16770/-) નો જથ્થો માનવ વપરાશમાં ન આવે તે હેતુથી સ્થળ પર સીઝ કરવામાં આવેલ છે . તે અંગે ખોરાક અને ઔષધ નિયમન તંત્રની અખબારી યાદીમાં જણાવેલ છે.

રિપોર્ટ by ગોવાભાઈ આહીર પાટણ Chief Editor The Gujarat Live News 

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें