શ્રી અડાઆઠમ પ્રજાપતિ સમાજ – અરવલ્લી -સાબરકાંઠા દ્વારા ૨૦-મો સમૂહલગ્નોત્સવ તા-૧૬/૦૨/૨૦૨૫ ને રવિવારે સંપન્ન થયો.
આદરણીય પ્રમુખશ્રી -અડાઆઠમ પ્રજાપતિ સમાજ – અરવલ્લી -સાબરકાંઠા તથા તમામ વ્યવસ્થાપક સમિતિ…. મેઢાસણ ગામના તમામ ઉત્સાહિત નવયુવકો અને વડીલ આગેવાનો અને સમાજના વ્યવસ્થાપક સભ્યશ્રીઓ .. આદરણીય અડાઆઠમ પ્રજાપતિ સમાજના નવલોહિયા અને તરવરાટ ધરાવતા તમામ વ્યવસ્થાપકો અને તેમની કોઠાસુઝ ધરાવતી ટીમને અમારા પિતાશ્રી નામે પ્રજાપતિ કાન્તિલાલ રેવાભાઈ ગામ-ખંભીસર ,તા-મોડાસા,જિલ્લા-અરવલ્લી નું ૨૦ માં સમૂહ લગ્નોત્સવમાં ખુબ જ ઉમળકાભેર શાલ-પાઘડી અને સન્માનપત્રથી સન્માન કર્યું તે બદલ અમો તેમના સુપુત્રો અને તમામ પરિવાર ખુબ જ ખુશ છીએ.અને આપશ્રોઓ ને હર્ષની લાગણી સાથે ભાવભીના હૃદયેબિરદાવીએ છીએ. અમારા પિતાશ્રી શિક્ષણપ્રેમી તો છે જ પણ સાથે-સાથે કુનેહ-કુશળતા-કોઠાસુઝ અને મહેનતના આગ્રહી છે.તેથી જ તેઓએ શિક્ષણ ક્ષેત્રે કુશળ વિદ્યાર્થીઓ તૈયાર કર્યા અને આજે તેમના ભણાવેલા વિદ્યાર્થીઓ ડોકટરો,એન્જીનીયરો,તેમજ મેડીકલ ક્ષેત્રે તેમજ શિક્ષણ ક્ષેત્રે લાંબી લાઈનમાં જોડાયેલા છે.તેઓએ નામચીન એવી શ્રી એન,જી,જોશી હાઈસ્કુલ,રાયગઢ-૧૯૭૩ ,તેમજ શ્રી શેઠ બી,જે.હાઇસ્કુલ- જાદર -ઇડર -૧૯૭૫ થી ૧૯૮૫ અને ત્યાર બાદ શ્રી જી.કે.ભટ્ટ હાઇસ્કુલ- મેઢાસણ -૧૯૮૫ થિ૨૦૦૬ સુધી ઉત્કૃષ્ટ સેવા આપી ઉત્તામ્પ્રકારના નાગરીકો ઘડવાની પહેલ કરેલ છે. તેમના પરિવારમાં સુપુત્રો શિક્ષક્ના વ્યવસાયમાં વિશિષ્ટ કામગીરી કરી પરિવારનું નામ રોશન કરી રહ્યા છે. તેમના પરિવારમાં ૨ દીકરીઓ અને ૧ દીકરો મિલી-પ્રિયા અને દક્ષ મેડીકલ ક્ષેત્રે અને ૧ દીકરો એન્જીનિયર બનવા માટે અભ્યાસ કરી આગળ વધી રહ્યા છે. છેલ્લે આપશ્રીઓના આશીર્વાદથી તેઓ દીર્ઘાયુ અને નિરામયી જીવન જીવી રહ્યા છે. આપ સૌના ઋણી અને આભારી છીએ.
ડાહીબેન કાંતિલાલ પ્રજાપતિ( ધર્મ પત્ની ) પ્રજાપતિ દિલીપભાઈ કે. પ્રજાપતિ કૈલાશબેન ડી. પ્રજાપતિ શૈલેષકુમાર કે. પ્રજાપતિ હેમલત્તાબેન એસ. પ્રજાપતિ કીર્તિકુમાર કે પ્રજાપતિ પ્રેમીલાબેન કે. પ્રજાપતિ મિલી કે. MBBS પ્રજાપતિ દક્ષ કે. MBBS પ્રજાપતિ પ્રિયા એસ. BAMS પ્રજાપતિ મીત એસ. અભ્યાસ ચાલુ. વિનુભાઈ પરમાર દામનગર
