આજરોજ તા-૧૯/૦૨/૨૦૨૫ ને બુધવારે અત્રેની શ્રી હિરાણા પ્રાથમિક શાળા તા- લાઠીમાં શાળાના વિદ્યાર્થીઓ અનેશિક્ષકોના માર્ગદર્શન માટે અમરેલી ફાયર સ્ટેશનની ટીમને CRC- પીપળવા શ્રી નિલેશભાઈ બઢીયા સાહેબ તેમજ શાળાના આચાર્યશ્રી શૈલેષભાઇ કે. પ્રજાપતિ ના પ્રયત્નોથી શાશાળાન બોલાવી શાળાના બાળકો અને શિક્ષકોને વિસ્તૃત જાણકારી મળી રહે તે માટે તેમજ આપત્તિ અને કટોકટીના સમયે કઈ રીતે બચી શકાય અને અન્ય વ્યક્તિઓને કેવી રીતે બચાવી શકાય તેનું લાઈવ ડેમોસ્ટ્રેશન દ્વારા ફાયર સેફટીની બોટલોનો કઈ રીતે ઉપયોગ કરી શકાય તેની પણ પ્રેક્ટિકલ કરાવી સુંદર માહિતી આપવામાં આવી.
આ કાર્યક્રમને સફળ બનાવવા CRC પીપળવા શ્રી નિલેશભાઈ બઢીયા સાહેબ તેમજ શાળાના આચાર્યશ્રી શૈલેષભાઇ પ્રજાપતિ તેમજ શાળાના શિક્ષકો રાઠોડભાઈ સુમિતાબેન રચનાબેન તેમજ એ.આઈ.એફ ના કો .ઓ નરેશભાઈ એ ખૂબ જ સાથ સહકાર આપ્યો તે બદલ સૌનો ખૂબ ખૂબ આભાર ..
રીપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર
