ફરીયાદી:- એક જાગૃત નાગરીક

આરોપી:-  રવિ શાંતીલાલ દરજી આસિસ્ટન્ટ ટેક્નિકલ એન્જીનીયર વાસ્મો કચેરી (પાણી પુરવઠા બોર્ડનું ઉપક્રમ) (વોટર એન્ડ સેનીટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઈઝેશન) પાટણ જી. પાટણ. ગુનો બન્યા :- તા.૨૧/૦૨/૨૦૨૫ લાંચની માંગણીની રકમ: રૂ.૧,૦૦,૦૦૦/- લાંચ સ્વીકારેલ રકમ :- રૂ.૧,૦૦, ૦૦૦/- લાંચની રીકવર કરેલ રકમ :- રૂ.૧,૦૦,૦૦૦/- ગુનાનુ સ્થળ :- જલભવન કચેરીના કંપાઉન્ડ પાટણ ખાતે. ગુનાની ટુંક વિગત આ કામના ફરીયાદીએ સરકારશ્રીની નલ સે જળ યોજના હેઠળ (જલજીવન જીવન મિશન કાર્યક્રમ તળે) વર્ષ ૨૦૨૨-૨૩” માં સમી તાલુકાના સમી ખાતે પાણીની પાઈપ લાઈન નાખવાનું કામ કરેલ અને તે કામ ના છેલ્લા હપ્તાના ( ડિપોઝિટ) પેટે નું બીલ રૂ.૩૮,૪૪,૫૯૮-/ જેટલું લેવાનું પેન્ડિંગ હતું જે બીલના નાણાં કપાત કર્યા વગર ફરિયાદીના ખાતામાં ચેક જમા કરવાના અવેજ પેટે આ કામના આક્ષેપીતે રૂ.૧.૦૦,૦૦૦-/ની ગેરકાયદેસર માંગણી કરેલ જે ગેરકાયદેસર લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, પાટણ એ.સી.બી. નો સંપર્ક કરી ફરીયાદ આપેલ. જે આધારે લાંચના છટકાનુ આયોજન કરતા, છટકા દરમ્યાન ફરિયાદી આક્ષેપિતને મળતા ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ રૂ ૧,૦૦,૦૦૦/-. સ્વીકારી, આરોપી સ્થળ પર પકડાઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબત. ટ્રેપીંગ અધિકારી:શ્રી એમ.જે.ચૌધરી,પોલીસ ઇન્સ્પેકટર, એ સી બી પોસ્ટે પાટણ સુપર વિઝન અધિકારી :- શ્રી કે. એચ. ગોહીલ, મદદનીશ નિયામક, એ.સી.બી. બોર્ડર એકમ ભુજ.

અહેવાલ દશરથભાઈ રબારી પાટણ

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें