July 11, 2025 10:25 am

HSC (વિ.પ્ર અને સા.પ્ર)/ SSC પરીક્ષા જાહેરનામું

પરીક્ષા કેન્દ્રની ૨૦૦ મીટરની ત્રિજ્યામાં ઝેરોક્ષ મશીન તથા સ્કેનીંગની દુકાનો બંધ રાખવી

મોબાઈલ/સેલ્યુલર/ ફોન /પેજર/કોર્ડલેસ ફોન/સ્માર્ટ વોચ/ટેબલેટ જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણો સાથે લઈ જવા પર પ્રતિબંધ

પાટણ જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી તા.૨૭/૦૨/૨૦૨૫ થી તા. ૧૭/૦૩/૨૦૨૫ સુધી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા HSC (વિ.પ્ર અને સા.પ્ર)/ SSC પરીક્ષા પાટણ જિલ્લામાં જુદા – જુદા પરીક્ષા કેન્દ્રો ઉપર યોજાનાર છે.

આ પરીક્ષા બિલ્ડીંગની આજુબાજુ ૨૦૦ મીટરની ત્રિજ્યામાં તમામ ઝેરોક્ષ દુકાનો બંધ રહે તેમજ માણસોના ટોળા એકઠા ના થાય તે માટે જાહેરનામું બહાર પાડવા થયેલ દરખાસ્ત અન્વયે પરીક્ષા સમય દરમિયાન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે સારૂ ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ – ૧૬૩ મુજબનું જાહેરનામું બહાર પાડવું જરૂરી જણાય છે.

જે અંતર્ગત શ્રી અરવિંદ વિજયન, (IAS) જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી પાટણ દ્વારા ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ – ૧૬૩ થી મળેલ સત્તાની રૂએ હુકમ કરવામાં આવે છે કે, સદર પરીક્ષા સમય દરમિયાન તથા પરીક્ષા કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી પાટણ જિલ્લાના આ સાથે સામેલ પરિશિષ્ટ મુજબના પરીક્ષા કેન્દ્રોની અંદર તથા તેની સીમાથી ૨૦૦ મીટરની ત્રિજ્યામાં કોઈપણ વ્યક્તિ પરીક્ષા સમય દરમિયાન મોબાઈલ/સેલ્યુલર/ ફોન /પેજર/કોર્ડલેસ ફોન/સ્માર્ટ વોચ/ટેબલેટ જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણો સાથે લઈ જઈ શકશે નહી. પરીક્ષા સમય દરમિયાન પરીક્ષા કેન્દ્રોના વિસ્તારમાં પરીક્ષા સાથે પ્રત્યક્ષપણે સંકળાયેલા હોય તે સિવાયના ચાર કે તેથી વધુ માણસોએ એકત્ર થવુ અથવા ભેગા થવુ નહી. સુત્રો પોકારવા નહી કે સરઘસ અથવા રેલી કાઢવી નહી, પથ્થર કે અન્ય આ પ્રકારના પદાર્થ લઇ જવા નહી તેમજ પરીક્ષા કેન્દ્રોની ૨૦૦ મીટર ત્રિજ્યામાં ઝેરોક્ષ મશીન તથા સ્કેનીંગની સુવિઘા ઘરાવાતા કેન્દ્રો ચાલુ રાખવા નહી.

અપવાદ :- આ હુકમ નીચેના અધિકારીશ્રીઓને લાગુ પડશે નહી.

(૧) જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી અને પરીક્ષા સમિતિના અધિકારીશ્રીઓ તથા પરીક્ષા કામગીરીમાં તેમજ બંદોબસ્તમાં રોકાયેલ સ્ટાફના માણસો.

(૨) સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી પાટણ/સિધ્ધપુર/રાધનપુર/સમી તથા એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટશ્રી તમામ જિ.પાટણ

(૩) ફ્લાઇંગ સ્કવોર્ડના તમામ અધિકારીશ્રી

સદરહું આદેશનો ભંગ કરી કોઈ વ્યક્તિ પાસેથી મોબાઈલ/સેલ્યુલર ફોન / પેજર / કોર્ડલેસ ફોન/ સ્માર્ટ વોચ/ટેબલેટ જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણો મળી આવશે તો સ્થળ ઉપરના સુરક્ષા અધિકારી આ સાધનો જપ્ત કરી શકશે.

આ હુકમ અન્વયે પાટણ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરનો હોદ્દો ધરાવતા તમામ પોલીસ અધિકારીઓશ્રી આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ભારતીય ન્યાય સહિતા 2023 ની કલમ 223 મુજબ ફરિયાદ માંડવા અધીકૃત કરવામાં આવે છે.

The Gujarat Live News Chief Editor ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Patan : પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશનના વિસ્તારના અઘાર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી બોટલ ટીન/નંગ ૧૦૩૬ કિ.રૂ.૨,૫૫,૧૪૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી. પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan : પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશનના વિસ્તારના અઘાર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી બોટલ ટીન/નંગ ૧૦૩૬ કિ.રૂ.૨,૫૫,૧૪૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી. પાટણ