બાબરા તાલુકાના સુખપર ગામે રૂપિયા 1 કરોડ 10 લાખના ખર્ચે નિર્માણ પામનાર બ્રિજ અને રૂપિયા 26 લાખના ખર્ચે નિર્માણ પામનાર પી.એચ.સી. (આરોગ્ય સબ સેન્ટર)ના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે લાઠી બાબરા ના ઘારાસભ્ય જનકભાઈ તળાવિયા જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, જિલ્લા ભાજપ મહામંત્રી, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન, તાલુકા પંચાયતના પ્રમુખ, પૂર્વ પ્રમુખ, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, તાલુકા ભાજપના પ્રમુખ, પૂર્વ પ્રમુખ, તાલુકા ભાજપ મહામંત્રી, ગામના સરપંચ, પંચાયત બોડીના સદસ્યશ્રીઓ, સંગઠનના તમામ હોદ્દેદારશ્રીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
વિકાસ કાર્યોની માહિતી:
બ્રિજ: રૂપિયા 1 કરોડ 10 લાખના ખર્ચે નિર્માણ પામનાર આ બ્રિજ સુખપર ગામ અને આસપાસના વિસ્તારો માટે મહત્વપૂર્ણ સાબિત થશે. જેનાથી લોકોની અવરજવર સરળ બનશે અને વેપાર-ધંધાને પણ પ્રોત્સાહન મળશે.
પી.એચ.સી. (આરોગ્ય સબ સેન્ટર): રૂપિયા 26 લાખના ખર્ચે નિર્માણ પામનાર આ આરોગ્ય સબ સેન્ટર સુખપર ગામ અને આસપાસના લોકોને આરોગ્ય સેવાઓ પૂરી પાડશે. જેનાથી સ્થાનિક લોકોને સારવાર માટે દૂરના શહેરોમાં જવાની જરૂર નહીં રહે.
આ વિકાસ કાર્યોથી સુખપર ગામ અને આસપાસના વિસ્તારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ગ્રામજનોએ ઘારાસભ્ય જનકભાઈ તળાવિયા અને સરકારના આ પ્રયાસોની પ્રશંસા કરી હતી અને ભવિષ્યમાં પણ આવા વિકાસ કાર્યો ચાલુ રહે તેવી આશા વ્યક્ત કરી હતી.
રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર
