ગઢા ગામમાં વેરાઈ માતા ચામુંડા માતા અને તોતળ માતાજીના નવીન મંદિર અને પ્રાણ પ્રતિષ્ઠા અને નવ કુંડી મહાયજ્ઞ રાખવામાં આવેલ છે વાઘેલા પરિવારના કુળદેવીના નવીન મંદિરમાં પધરામણા આયોજનમાં ગઢા ગામના સમસ્ત વાઘેલા પરિવાર જોડાયા હતા આ પ્રોગ્રામ તારીખ 4 /3 /2025 થી 6 /3 /2025 રાખવામાં આવેલ છે જ્યારે તારીખ 5/ 3/ 2025 ના રોજ ભજન સંતવાણી નો ભવ્ય પ્રોગ્રામ રાખવામાં આવેલ છે તો આજુબાજુ અને ગઢા ગામના સમસ્ત ધર્મની જનતાને આ અનેરા અવસરમાં દર્શનનો લાભ લેવા વાઘેલા પરિવાર હાર્દિક આમંત્રણ આપે છે આ આયોજનમાં મુખ્ય યજમાન શ્રી વાઘેલા નથુભા મમુજી અને મમુજી દેવાજી પરિવાર રહ્યા આ પ્રોગ્રામમાં પરમ પૂજ્ય મહંત શ્રી કલ્યાણદાસજી મહારાજ હરિ સાહેબ આશ્રમ હિંગારીયા કચ્છ તેઓ પણ આ પ્રસંગમાં હાજર રહેવાના છે તો આપ સર્વ ધર્મ પ્રેમી જનતાને રાત્રે ભજન સંતવાણી માં અચૂક હાજરી આપવા વાઘેલા પરિવાર નિમંત્રણ પાઠવે છે
રિપોર્ટર મુકેશભાઈ પ્રજાપતિ સાંતલપુર
