શ્રી વી.કે.વાઘેલા હાઈસ્કૂલ, દિયોદરના મ.શિ.સ્વ.મનદિપસિંહજી ગુલાબસિંહજી ચૌહાણ નું અકસ્માતમાં તા.09/03/2025 ના રોજ દુઃખદ અવસાન થતાં બનાસકાંઠા જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ તથા બ.કાં.અનુ.માધ્ય.કર્મ.ગ્રાહક અને ધિરાણ સહકારી મંડળીએ પોતાના સ્વર્ગસ્થ સભ્ય સભાસદની સંઘ અને મંડળીની સહાયની રકમ તાત્કાલિક તા.11/03/2025 ના રોજ હોદ્દેદારશ્રીઓ સ્વર્ગસ્થના વતન માંડકા ખાતે જઈ તેમના પરિવારજનોને અર્પણ કરી,શોક સંદેશ પાઠવી ખરા અર્થમાં પરિવારજનોની પડખે ઉભા રહેવાનું ઉદાહરણરૂપ માનવતાની મહેક ફેલાવે તેવું ઉત્કૃષ્ટ કાર્ય કર્યું છે….પોતાના સભ્ય સભાસદને પાછો તો લાવી શકાય નહિ આવી દુઃખની ઘડીમાં સંઘ અને મંડળી પરિવારને આપેલ હુંફની શિક્ષણ જગતમાં માનભેર પ્રસંશા થઈ રહી છે..
રિપોર્ટર રાવળ અસ્મિતાબેન બનાસકાંઠા
