રાપર તાલુકાના સુખપર ગામમાં આવેલા આયુષ્માન આરોગ્ય મંદિરમાં હોળીના દિવસે રાજ્ય સરકાર દ્વારા ચાલુ દિવસ જાહેર કરેલો છે ત્યારે અલીગઢી તાળા મારેલા જોવા મળ્યા છે તો આ બાબતે ગામના જાગૃત નાગરિક જીવણભાઈ આહીર દ્વારા રૂબરૂ મુલાકાત લઈને તપાસ કરતા ફિમેલ હેલ્થ વર્કર તેમજ કોમ્યુનિટી હેલ્થ ઓફિસર બન્ને ગેરહાજર જોવા મળ્યા હતા એટલે તરત આ બાબતે નેટકોમમાં ફોટો પાડીને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ મિતેષ ભંડેરી સાહેબને મોકલી અને તાત્કાલિક જાણ કરી હતી તેમજ આયુષ્માન આરોગ્ય મંદિરની બહાર ગંદગી મોટા પ્રમાણમાં જોવા મળે છે તે બાબતે પણ જાણ કરવામાં આવી છે તો તેમના તરફથી આ બાબતે તાત્કાલિક જવાબદાર કર્મચારીઓ વિરૂધ્ધ પગલાં લેવામાં આવશે તેવું ટેલીફોનીક જણાવ્યું હતું.
રિપોર્ટર જીવણભાઈ કચ્છ
